તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડની લહાય:રાજકોટ પોલીસે ગુનેગારને જવા દીધો અને મેમો મળ્યો નિર્દોષને

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવાનના બાઇકની નંબર પ્લેટ કોઇ શખ્સે બારોબાર બનાવી ટ્રાફિક નિયમનનો ભંગ કર્યો, નિર્દોષ યુવાન દંડાયો
  • પોલીસે નિયમ મુજબ એ શખ્સ પાસે બાઇકના કાગળો માગ્યા હોત તો ગુનાહિત કાવતરાનો ભેદ ઉકેલાત

શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે પોલીસનું મુખ્ય કામ છે, પરંતુ રાજકોટ પોલીસ હાલમાં દંડ વસૂલવામાં જ વ્યસ્ત છે અને લોકો પાસેથી વધુમાં વધુ દંડ કેમ વસૂલી સરકારી તિજોરી છલકાવી દેવામાં આવે તે કામ કરી રહી છે અને દંડ વસૂલવાની ઘેલછામાં પોલીસે નિયમનો ભંગ કરનારનો ફોટો પાડી તેનું ઇ-ચલણ જનરેટ કરી તેને જવા દીધો હતો, અને પોલીસની આ ઘેલછાને કારણે નિર્દોષ યુવકને રૂ.500નો ચાંદલો ચૂકવવાની વેળા આવી હતી.

શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના પુનિતનગરમાં રહેતા અને બેકરી ચલાવતા સંજય જમનભાઇ સામાણી નામના યુવકના ઘરે બે દિવસ પૂર્વે પોલીસનો ઇ-મેમો આવ્યો હતો. પોતાનાથી કોઇ નિયમનો ભંગ થયો હશે તેવું સમજી સંજય સામાણીએ મેમો ખોલ્યો હતો, મેમો ખોલતાં જ યુવક સ્તબ્ધ થઇ ગયો હતો. મેમોમાં દર્શાવેલું બાઇક તેનું નહોતું અને બાઇક પર બેઠેલો વ્યક્તિ પણ અજાણ્યો હતો. બાઇકમાં દર્શાવેલી નંબર પ્લેટ સંજય સામાણીના બાઇકની ચોક્કસપણે હતી અને હાઇવે પર હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવવા સબબ પોલીસે રૂ.500નો ઇ-મેમો જનરેટ કર્યો હતો.

જ્યારે કોઇ સ્થળે સીસીટીવી કેમેરા નહોય અને વાહનચાલક નિયમનો ભંગ કરે ત્યારે પોલીસ પોતાના મોબાઇલથી નિયમભંગ કરનાર વાહનચાલકને પોતાના વાહન પર બેસાડી તેનો ફોટો પાડી નિયમ ભંગ બદલ ઇ-મેમો જનરેટ કરે છે. સંજય સામાણીનું બાઇક નહોતું અને તેના બાઇકના નંબર વાળી નંબર પ્લેટનો ઉપયોગ થયો હતો એટલે નિયમભંગ કરનાર શખ્સે સંજય સામાણીના બાઇક નંબર યેનકેન પ્રકારે મેળવી તે નંબરની નંબર પ્લેટ બનાવી બિન્દાસ્ત રીતે નિયમ ભંગ કર્યો હતો, જો પોલીસે તે શખ્સને અટકાવ્યો ત્યારે તે શખ્સ પાસેથી નિયમ મુજબ બાઇકની આરસી બુક સહિતના દસ્તાવેજો માગ્યા હોત તો કદાચ ગુનાહિત કાવતરું રચનાર એ શખ્સનો ભાંડો ફૂટી જાત પરંતુ દરરોજ ચોક્કસ ઇ-મેમો જનરેટ કરવાના ટાર્ગેટ સાથે કામ કરતી પોલીસને તો નિયમભંગ કરનાર હાથ આવે એટલે પોતાનું કામ પત્યું તેવી જ નીતિ અપનાવી લોકોને પરેશાન કરી રહ્યા છે. આવી દંડ વસૂલીની ઘેલછાને કારણે અત્યાર સુધીમાં અનેક નિર્દોષ શહેરીજનો દંડાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser