તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વન્યપ્રાણીનો હુમલો:ગોંડલના લીલીખા ગામે પાણત કરતા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો, વન વિભાગે પાંજરુ મૂકવા કાર્યવાહી શરૂ કરી

ગોંડલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
દીપડાના હુમલા ઘાયલ થયેલો ખેડૂત - Divya Bhaskar
દીપડાના હુમલા ઘાયલ થયેલો ખેડૂત
  • જુવારના વાવેતરમાં ખેડૂત પાણી પીવડાવી રહ્યા હતા ત્યારે દિપડા અચાનક હુમલો કર્યો

ગોંડલ તાલુકાના ભાદર નદીના કાંઠાનો વિસ્તાર જંગલી પ્રાણીઓને મનભાવન હોય અવારનવાર સિંહ, દીપડા આવી ચડતા હોય તાલુકાના લીલાખા ગામે દીપડાએ આવી ચડી ખેડૂત પર હુમલો કરતાં બુમાબુમ મચી જવા પામી હતી. ઘટનાને પગલે વન વિભાગે દોડી જાઇ પાંજરું મૂકવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના ગામે રહેતા પ્રવીણ ઢોલરીયા પોતાની વાડીએ વાવેલ જુવારના વાવેતરમાં પાણી પીવડાવી રહ્યા હતા. ત્યારે અચાનક જ દીપડાએ હુમલો કરતા ગંભીર રીતે ઘવાતા તાલુકા પંચાયતના સદસ્ય ભરત ઢોલરીયા સહિતનાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. બાદમાં ફોરેસ્ટ વિભાગને જાણ કરતા તંત્ર દોડી ગયું હતું અને પીપળાને પાંજરે પુરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દીપડાના હુમલામાં ઘાયલ ખેડૂતને માથામાં ટાંકા લેવા પડ્યા
દીપડાના હુમલામાં ઘાયલ ખેડૂતને માથામાં ટાંકા લેવા પડ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે ભાદર નદીના કાંઠે અવારનવાર જંગલી પ્રાણીઓ આવી ચડતા હોય પશુઓના મારણ ઉપરાંત માનવ જિંદગી પર હુમલા કરતા હોય વિસ્તારના ખેડૂતોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

તસવીર- હિમાંશુ પુરોહિત

અન્ય સમાચારો પણ છે...