તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ITIમાં લર્નિંગ લાઇસન્સનું કામ શરૂ, રોજ થશે 96 ટેસ્ટ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9.30થી સાંજે 5.30 કલાક સુધી ટેસ્ટ લેવાશે

કોરોનાની બીજી લહેર રાજકોટ જિલ્લાની તમામ આઈટીઆઈ બંધ રાખવામાં આવી હતી. આઈટીઆઈ બંધ હોવાને કારણે લર્નિંગ લાઇસન્સની કામગીરી પણ અત્યાર સુધી બંધ રહી હતી. પરંતુ તાજેતરમાં જ કોરોનાના કેસ ઓછા થતા અને આઈટીઆઈમાં નવી પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવનાર હોવાથી લર્નિંગ લાયસન્સની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે અને દરરોજ બે સ્લોટમાં કુલ 96 અરજદારોની કોમ્પ્યુટર ટેસ્ટ લેવાય છે.

આરટીઓમાં અને બાદમાં જિલ્લાની તમામ આઈટીઆઈમાં લર્નિંગ લાઇસન્સની કામગીરી કરવામાં આવી રહી છે. માર્ચ-એપ્રિલ દરમિયાન કોરોનાની બીજી લહેર દરમિયાન આઈટીઆઈ બંધ હોવાને કારણે મોટાભાગના અરજદારોએ ઓનલાઈન કરેલી અરજીઓનો પણ ભરાવો થયો હતો પરંતુ આઈટીઆઈ બંધ હોવાને કારણે અરજદાર કોમ્પ્યુટર ટેસ્ટ આપી શકતા ન હતા. આઈટીઆઈ શરુ થતા સવારે 9.30થી સાંજે 5.30 કલાક સુધી બે સ્લોટમાં લર્નિંગ માટે કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવી રહી છે અને દરરોજ 96 અરજદારોની ટેસ્ટ લેવામાં આવી રહી છે. જેમાં પાસ થનારને સ્થળ પર જ લર્નિંગ લાયસન્સ આપવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...