તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:નેતાઓ-કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા, કમિશનર સાહેબ તમે તમારું કર્મ ચૂક્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મનપા કચેરી - Divya Bhaskar
મનપા કચેરી
  • જ્યારે મનપામાં નિયમોના લીરા ઉડતા હતા ત્યારે ડે. કમિશનર શહેરમાં નિયમોનું પાલન કરાવતા હતા

ચૂંટણી બાદ કોરોનાના કેસ વધતા રાત્રિ કર્ફયું લાગુ કરી દેવાયો છે. લોકોને નિયમો પાળવા માટે દંડાત્મક કાર્યવાહી કરતું તંત્ર આજે જાણે રજા પર હોય તેવું ચિત્ર ઊપસ્યું હતું. જી હા, મહાનગરપાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરોને જે સમિતિમાં હોદા અપાયા છે તેમને ચેમ્બર સોંપાઈ હતી. એ વખતે માત્ર પાંચથી સાત ફૂટ જ પહોળી ગેલેરીમાં ટોળેટોળા ઊમટ્યા હતા. પગ મુકવાની પણ જગ્યા નહોતી. છતાં ત્યાં કોવિડના નિયમોનું પાલન કેમ કરાવવામાં ન આવ્યું તે સવાલ લોકોમાં પણ ઉપસ્થિત થયો.

નિયમો મુદે દંડો લઈને લોકોને દંડ ફટકારવા નીકળતા ડે.કમિશનર એ.કે. સિંઘ બુધવારે તમારી જ મનપા કચેરીમાં નિયમોના ધજ્જીયા ઉડતા હતા ત્યારે તમારી દબંગાઈ ક્યાં ગઈ હતી.
નિયમો મુદે દંડો લઈને લોકોને દંડ ફટકારવા નીકળતા ડે.કમિશનર એ.કે. સિંઘ બુધવારે તમારી જ મનપા કચેરીમાં નિયમોના ધજ્જીયા ઉડતા હતા ત્યારે તમારી દબંગાઈ ક્યાં ગઈ હતી.

આ નિયમોના લીરા ઉડી રહ્યા હતા ત્યારે જ ડેપ્યુટી કમિશનર દંડો લઈને શહેરમાં દુકાને-દુકાને નિયમોનું પાલન કરાવવા નીકળ્યા હતા. જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી વખતે પણ જાણે લગ્નનો માહોલ હોય તેમ ચારે તરફ નેતાઓ અને કાર્યકરો ઊમટી પડ્યા હતા. અધુરામાં પૂરું ડીજેના તાલે ઝૂમ્યા પણ હતા. પ્રજાએ લાખો-કરોડો રૂપિયાનો દંડ અત્યાર સુધીમાં ભર્યો છે. વેપાર-ધંધામાં નુકસાની વેઠી છે.

અન્ય સમાચારો પણ છે...