તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇનસાઈડ સ્ટોરી:કોંગ્રેસમાં જોડાયેલા નેતાએ સંકલન કરી સ્થાનિક સંકલન વીંખી નાખ્યું, 3 નામ બદલાવવામાં 2 નેતાએ ખેલ પાડ્યો

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે શહેર કોંગ્રેસમાં થયેલી માથાકૂટ અને અફરાતફરી પાછળ બે નેતાઓની કૂટનીતિ કારણભૂત બની હતી. ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસના કેટલાક નક્કી મુરતિયાઓએ પ્રચાર શરૂ કરી દીધો હતો, કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી પણ વહેલી પ્રસિદ્ધ કરી દીધી હતી. ભાજપની યાદી જાહેર થયા બાદ કોંગ્રેસના ઉમેદવારોના મનમાં લડ્ડુ ફૂટ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી. શનિવારે સવારે 11 વાગ્યાથી ટિકિટનો મુદ્દો ગરમાયો હતો, એક જ વોર્ડમાં બે દાવેદારને કાનમાં ફોર્મ ભરવાનું કહેવાયું હતું અને બંને સામસામે આવી ગયા હતા,

વોર્ડ નં.2 અને 4ના બે મજબૂત ગણાતા બે દાવેદારના નામ છેલ્લી ઘડીએ ઉડાવી દેવાયા હતા. મેન્ડેટ નવા નામના આવતા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો સ્તબ્ધ થઇ ગયા હતા અને ડેમેજ કન્ટ્રોલ કેવી રીતે કરવો તે તેના માટે પડકારરૂપ બન્યું હતું. સ્થાનિક આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર આવું શા માટે બન્યું? કોણે ખેલ પાડ્યો તેવી ચર્ચાઓ કોંગ્રેસમાં શરૂ થઇ હતી,

કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ચર્ચાતું હતું કે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરશે તેવું લાગતા તાજેતરમાં જ કોંગ્રેસમાં ભળેલા એક નેતા સક્રિય બન્યા હતા અને તેમણે સૌરાષ્ટ્રના ધારાસભ્ય અને કદાવર નેતાનો સંપર્ક કરી બે-ત્રણ ટિકિટ પોતાના ટેકેદારને મળે તેવી માંગ શરૂ કરી હતી, સ્થાનિક આગેવાનો વિશ્વાસમાં લેતા નથી, દરેક નિર્ણય પોતાની રીતે કરે છે તેવી વાતો કરીને આગેવાનને મનાવ્યા હતા અને મામલો બીચકાય નહીં તે પ્રયત્ન પણ કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો