સ્વચ્છતા સર્વેક્ષણ 2021:નેતાઓ મનપાના બોર્ડમાં ઝઘડતા રહ્યા અને રાજકોટ સ્વચ્છતામાં 5 અંક નીચે ધકેલાય 6ઠ્ઠાથી 11મા ક્રમે ફેંકાયું

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરના 561 ગુણ ઘટ્યા : સ્વચ્છતા સર્વેક્ષણ 2021માં 4595.91 માર્ક અપાયા, ગત વર્ષે મળ્યા હતા 5157
  • 10 લાખથી વધુની વસ્તી ધરાવતા 48 શહેરમાંથી ગત વર્ષ કરતા 5 અંક ઘટીને રાજકોટનો 11મો ક્રમ પણ સમગ્ર દેશમાં છેક 33મું સ્થાન છતાં મનપાએ લોકોને ઊંધા ચશ્મા પહેરાવીને કહ્યું કે 4320 શહેરમાંથી 11મો નંબર આવ્યો

સ્વચ્છતા સર્વેક્ષણ 2021ના પરિણામ જાહેર થયા છે જેમાં રાજકોટ શહેરનો 11મો ક્રમ આવ્યો છે. શહેરને કુલ 6000માંથી 4595.91 માર્ક મળ્યા છે. આ ક્રમ 10 લાખથી વધુ વસતી ધરાવતા 48 શહેરમાંથી આવ્યો છે જે ગત વર્ષે છઠ્ઠો હતો એટલે કે એક જ વર્ષમાં 561 ગુણ ઓછા મેળવીને શહેર સીધા 5 ક્રમ નીચે પછડાયું છે. જ્યારે સર્વેક્ષણમાં ભાગ લેનારા દેશના 4320 શહેર સાથે માર્કની સરખામણી કરાય તો રાજકોટ શહેર છેક 33મા ક્રમે છે જે ગત વર્ષે 11મા નંબરે હતું જેમાં 20 ક્રમ નીચે ફેંકાઈ ગયું છે. છેલ્લા 5 વર્ષના સર્વેક્ષણમાં 2018 પછી સૌથી ઓછા 76 ટકા જ માર્ક મળ્યા છે.

આવી કથળેલી સ્થિતિ હોવા છતાં લોકો સુધી સાચી હકીકત જણાવવાને બદલે મનપાના તંત્રએ પોતાની પીઠ થાબડવા માટે એવી જાહેરાત કરી છે કે કુલ 4320 શહેરમાંથી 11મો ક્રમ મેળવ્યો છે આ રીતે ગત વર્ષ જેટલો જ ક્રમ છે તેવું દર્શાવી લોકોને ગેરમાર્ગે દોર્યા છે જે સૌથી હીન પ્રયાસ છે. આવો હીન પ્રયાસ કરવાનું કારણ એ છે કે, ચૂંટણી બાદ રાજકોટ શહેરના નગરસેવકો બોર્ડમાં માત્ર ઝઘડ્યા જ છે.

લોકહિતના પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે મૂળ મુદ્દાઓ પૂછવાને બદલે સમય પસાર કરવા માટે જે બોર્ડને લાયક નથી અને તેની ચર્ચા કરવાથી કોઇ ફાયદો નથી થવાનો તેવા વાહિયાત પ્રશ્નો જેવા કે લાઇબ્રેરી કેટલી છે? વાઈફાઈના સ્થળ કેટલા છે? ઝૂમાં પ્રાણીઓ કેટલા છે? આવા જ પ્રશ્નો પૂછ્યા હતા. સ્વચ્છતા સર્વેક્ષણમાં આ વર્ષે રાજકોટ ટોપ-3માં આવે તેના માટેનો એક્શન પ્લાન માગ્યો ન હતો કે ચર્ચા પણ થઈ ન હતી તેથી મળેલી નિષ્ફળતાને છુપાવવા તંત્રે લોકોને ખોટી માહિતી આપવા સુધીની ચેષ્ટા કરી છે.

ક્યા વિભાગમાં કેટલા માર્ક મળ્યા

  • સર્વિસ લેવલ પ્રોગ્રેસ (કચરાનું વર્ગીકરણ, કચરાનો નિકાલ, સ્વચ્છતા, સેનિટેશન સહિતના 25 પેરામીટર) કુલ 2400માંથી 2107.86
  • સિટિઝન વોઈસ (શહેરીજનોનો ફીડબેક, શહેરીજનોનો સહકાર, સ્વચ્છતા એપ, સારા પ્રયાસો સહિતના 25 પેરામીટર) કુલ 1800માંથી 1388.04
  • સર્ટિફિકેશન (ઓડીએફ પ્લસ, ગાર્બેજ ફ્રી સિટી જેવા પ્રમાણપત્રો) કુલ 1800માંથી 1100 માર્ક્સ

શહેરીજનોના પ્રયાસોનો એવોર્ડ મળ્યો, તંત્ર તેમાં પણ નાપાસ
રાજકોટ શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં ગત વર્ષે રાજકોટને બેસ્ટ સસ્ટેનેબલ બિગ સિટીનો એવોર્ડ મળ્યો હતો જેમાં ગાર્બેજ ફ્રી સિટી અને ઓડીએફના માર્કને પ્રાધાન્ય અપાય છે અને તે મનપાએ કરેલી કામગીરી પર આધારિત છે. જ્યારે આ વર્ષે રાજકોટને સિટિઝન લેડ ઈનિસિએટિવ એવોર્ડ અપાયો છે આ કેટેગરી શહેરીજનોએ સ્વચ્છતા માટે કરેલા પ્રયાસો અને સ્વચ્છતા એપ સહિત માટે અપાય છે એટલે કે શહેરીજનોએ કરેલા પ્રયાસોને કારણે એવોર્ડ મળ્યો છે.

છેલ્લા 5 વર્ષમાં થયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટની સ્થિતિ

વર્ષક્રમ (10 લાખ કરતા વધુ વસ્તી)દેશમાં ક્રમ (તમામ શહેરોમાંથી)મળેલા ગુણકુલ ગુણટકા
2016-71574200078.7
2017-181638.23200081.9
2018-353000400075
2019-94000500080
20206115157600085.9
202111334595.91600076.6

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...