• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Leader Of Opposition In Manpah General Board Protested By Tying The Knot, Melee, Rained Insults Instead Of Discussing The Issues Of The People.

હોબાળો:રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષી નેતાએ પાટા-પિંડી બાંધી ઉગ્ર વિરોધ નોંધાવ્યો, ઝપાઝપી, પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાના બદલે અપશબ્દોનો વરસાદ કર્યો

રાજકોટએક મહિનો પહેલા
વિપક્ષી નેતાએ પાટા-પિંડી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો
  • વિપક્ષે જનરલ બોર્ડની ગરિમા નથી જાળવી : મેયર ડો.પ્રદીપ ડવ
  • ખાડાનગરી બનેલા રાજકોટની દશા-દર્શાવતા બેનરો સાથે વિરોધ નોંધાવ્યો
  • વિપક્ષી નેતાની બેનર સાથે ટિંગા ટોળી કરી અટકાયત કરવામાં આવી

રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક બોર્ડ શહેરના નક્કર પ્રશ્નોની ચર્ચા કર્યા વગર જ સમાપ્ત થયું હતું. આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે હોબાળો થયો હતો. જનરલ બોર્ડમાં પ્રશ્નોની ચર્ચાના બદલે વાકયુદ્ધ છેડાયું હતું. ભારે હોબાળા વચ્ચે વશરામ સાગઠીયા, ભાનુબેન સોરાણી સહિતના વિપક્ષી નેતાએ પાટા-પિંડી બાંધીને ખાડાનગરી બનેલા રાજકોટની દશા-દર્શાવતા બેનરો સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં વિપક્ષી નેતાની બેનર સાથે ટિંગા ટોળી કરી અટકાયત કરતા વશરામ સાગઠીયાએ અપશબ્દો બોલવાનું શરુ કર્યું હતું. પરિણામે એક બીજા પર આક્ષેપ બાજી થઇ, ન બોલવાના શબ્દો બોલાયા અને, પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાના બદલે અપશબ્દોના વરસાદ થતા જનરલ બોર્ડ રસવિહિન ચર્ચાઓ સાથે સમાપ્ત થયું હતું.

માર્શલે સાગઠિયા, ભાનુબેન સોરાણી અને કોમલબેન ભારાઈ સહિતના વિપક્ષી નેતાએની ટીંગાટોળી કરી
માર્શલે સાગઠિયા, ભાનુબેન સોરાણી અને કોમલબેન ભારાઈ સહિતના વિપક્ષી નેતાએની ટીંગાટોળી કરી
વિપક્ષી નેતાએ પાટા-પિંડી બાંધીને ખાડાનગરી બનેલા રાજકોટની દશા-દર્શાવતા બેનરો સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો
વિપક્ષી નેતાએ પાટા-પિંડી બાંધીને ખાડાનગરી બનેલા રાજકોટની દશા-દર્શાવતા બેનરો સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો

આજે કુલ 40 પ્રશ્નો ચર્ચામાં હતા
રાજકોટ મહાપાલિકાનું દર બે માસે મળતું જનરલ બોર્ડ આજે મનપાના સભાગૃહમાં મળ્યું હતું. બોર્ડમાં શાસક પક્ષ ભાજપના 14 નગરસેવકો અને વિપક્ષ કોંગ્રેસના 4 નગરસેવકોના મળીને કુલ 40 પ્રશ્નો ચર્ચામાં હતા. જો કે, વિપક્ષે બોર્ડમાં બેનર દેખાડી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. બેનર જપ્ત થતા વિપક્ષના તમામ સભ્યોની માર્શલે સાથે ઝપાઝપી થઈ હતી. જેથી માર્શલે સાગઠિયા, ભાનુબેન સોરાણી અને કોમલબેન ભારાઈ સહિતના વિપક્ષી નેતાએની ટીંગાટોળી કરી તો વિપક્ષે અપશબ્દોનો પ્રહાર કરતા માહોલ વધુ ઉગ્ર બન્યો હતો. આવી ચર્ચા કરીને સમય વેડફી નાખવામાં આવતા ખરેખર જે પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ તેવા પ્રશ્નો રહી ગયા હતા.

જનરલ બોર્ડમાં બીજો જ પ્રશ્ન કોંગ્રેસનો હતો
જનરલ બોર્ડમાં બીજો જ પ્રશ્ન કોંગ્રેસનો હતો

વિપક્ષે જનરલ બોર્ડની ગરિમા નથી જાળવી : મેયર
આ મુદ્દે મેયર ડો.પ્રદીપ ડવે મુદ્દે જણાવ્યું હતું કે, વિપક્ષે અપશબ્દો બોલી જનરલ બોર્ડની ગરિમા નથી જાળવી અને ખાડા મુદ્દે અનેક વાર જવાબ આપ્યા છતાં પ્રજાના પ્રશ્નો રોકી રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેથી વિપક્ષી નેતાઓને બોર્ડની બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત આજે મળેલા જનરલ બોર્ડમાં પ્રશ્ન વોર્ડ નં. 6ના કોર્પોરેટર પરેશ પીપળીયાએ છેલ્લા 45 દિવસમાં ફૂડ શાખાએ કેટલા નમૂના લીધા તેની વિગતવાર માહિતી તેમજ વ્યવસાય વેરાની પણ વિગત માંગી હતી. આ મુદ્દે ભાજપના નગરસેવકોએ ફૂડ શાખા પર ધોંસ બોલાવ્યો હતો.

વિપક્ષે પ્રજાના પ્રશ્નો રોકી રાખવાનો પ્રયાસ કર્યો હતો : મેયર
વિપક્ષે પ્રજાના પ્રશ્નો રોકી રાખવાનો પ્રયાસ કર્યો હતો : મેયર
વિપક્ષી નેતાએ પાટા-પિંડી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો
વિપક્ષી નેતાએ પાટા-પિંડી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો

શહેરીજનોની મૂળભૂત સમસ્યાની ચર્ચા કરવાના બદલે વિરોધને મહત્વ
દર બોર્ડમાં પ્રશ્નકાળ સૌથી મહત્વનો હોય છે અને જ્યારે પણ કોંગ્રેસના પ્રશ્નો આગળ હોય છે ત્યારે શાસક પક્ષ તેની ચર્ચા કરવાનો સમય જ ન મળે તે રીતે પ્રશ્નોના લાંબા જવાબ અને પેટા પ્રશ્નોમા કાઢી નાખે છે જેમાં મનપાના અધિકારીઓ તેમનો પૂરો સાથ આપે છે. ગત જનરલ બોર્ડમાં બીજો જ પ્રશ્ન કોંગ્રેસનો હતો તેથી પહેલા જ પ્રશ્નમાં એક કલાક કાઢવા માટે અનેક તર્ક અધિકારીઓએ લગાવ્યા હતા. જો કે આ વખતે તેવી સ્થિતિ આવશે નહીં. કારણ કે 1થી 14 ક્રમના પ્રશ્નો શાસકપક્ષના જ હતા. તેથી બધા કોર્પોરેટરને પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતો સમય મળ્યો હતો. પરંતુ શહેરીજનોની મૂળભૂત સમસ્યાની ચર્ચા કરવાના બદલે નગરસેવકોએ એક વખત વિરોધને મહત્વ આપતા જનરલ બોર્ડ સમાપ્ત થયું હતું.