ઠરાવ:જમીન પચાવવા ધમકી દેનાર આરોપીઓનો કેસ વકીલો નહિ લડે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટના એડવોકેટની ખેતીની જમીન પચાવી પાડવા ધાક-ધમકી દેનાર રામભાઇ જેઠુરભાઇ હુંબલ, રાયધનભાઇ જેઠુરભાઇ હુંબલ, વિક્રમ રાયધનભાઇ હુંબલના પક્ષે સિવિલ, ક્રિમિનલ કે રેવન્યૂ મેટરમાં કોઇ વકીલે કેસ નહિ લડવાનો રાજકોટ બાર એસોસિએશને સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો છે.

કોઠારિયા ગામ પાસે રહેતા એડવોકેટ હિરેન પરસોતમભાઇ ડોબરિયાની હડમતિયા ગોલીડા ગામે વારસાઇ ખેતીની જમીન આવેલી છે. જેની બાજુમાં જ ઉપરોક્ત આરોપીઓની જમીન આવેલી છે. 2015માં ખરીદેલી વારસાઇ જમીન પર ખેતી કરે છે. ગત તા.22-5ના રોજ આરોપીઓએ પાણીના નિકાલનો રસ્તો બંધ કરી માટીના ઢગલા કરી પાણીનું વેણ અટકાવી દીધું હતું.

જે અંગે ઉપરોકત આરોપીઓ સાથે વાત કરતા ઉદ્ધતાઇથી હજી તો ખાલી વેણ બંધ કર્યુ છે, ટૂંક સમયમાં તારા ખેતરમાં કબજો કરી લઇશુંની એડવોકેટ હિરેનભાઇને તેમજ તેના પિતા પરસોતમભાઇને ધમકી આપી હતી. પાણીનો નિકાલ ન થાય તો ખેતીમાં મોટી નુકસાની જાય તેમ છે.

અમે અમારી વારસાઇ જમીન સસ્તાભાવે આરોપીઓના મળતિયાઓને વેચાણ કરી જતા રહીએ તેવી મંછા હોય અવારનવાર અમારા અનેક સગાઓ પોલીસમાં છે, અમારી સામે કાંઇ થઇ શકશે નહિની પણ ધમકીઓ દેતા રહેતા હતા. જેને કારણે પોલીસમાં પણ ફરિયાદ કરી છે. દરમિયાન માથાભારેની છાપ ધરાવતા આરોપીઓ અંગે બાર એસો.માં પણ જાણ કરી હતી. જેને પગલે બાર એસો.એ પણ આરોપીઓ પક્ષે કોઇએ કેસ નહીં લડવા ઠરાવ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...