તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:રાજકોટમાં કોરોનાના કારણે કોર્ટ બંધ થતા વકીલોનો વિરોધ, મર્યાદિત વ્યક્તિઓની હાજરીમાં કોર્ટ ચાલુ રાખવા માંગ

રાજકોટ6 મહિનો પહેલા
  • 4000 સિનિયર-જુનિયર વકીલોને આર્થિક તંગીનો સામનો કરવો પડશે

રાજકોટના વકીલોને કોરોનાનું ગ્રહણ નડ્યું છે. હાલ શહેરમાં બે જજ અને 11 કર્મચારીઓ સહિત 13 લોકોને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરની 34 કોર્ટ બંધ કરવામાં આવી છે. જેનાથી ફરી વકીલોએ પોતાની આવક ગુમાવી છે. તો જુનિયર વકીલો અને કોર્ટના અન્ય સ્ટાફની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ત્યારે રાજકોટના વકીલોએ મર્યાદિત વ્યક્તિઓની હાજરીમાં કોર્ટ શરૂ કરવા માંગ કરી છે.

4000 સિનિયર- જુનિયર વકીલોને આર્થિક તંગીનો સામનો કરવો પડશે
રાજકોટના બાર એસોસિએશનના આગેવાન દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 11 મહિનાથી કોર્ટ બંધ હતી. હજુ 24 દિવસ પહેલા કોર્ટ શરુ થઈ હતી. ત્યાં ફરી કોર્ટ બંધ કરતા વકીલોની આર્થિક સ્થિતિ ઉપર પણ અસર થઈ છે. રાજકોટ બાર એસોસિએશન સાથે જોડાયેલા 4000 સિનિયર-જુનિયર વકીલોને આર્થિક તંગીનો સામનો કરવો પડશે. બીજી તરફ ઓનલાઇન કાર્યવાહીમા ફક્ત ઇમરજન્સી કેસ જ ચાલતા હતા. એટલે હજારો કેસ પેન્ડિંગ રહેતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા. તો જેલોમાં મુક્તિની રાહ જોતા કેદીઓને પણ મુક્તિ નહીં મળતા કેદીઓની સંખ્યા પણ વધી ગઈ છે.

રાજકોટ બાર એસોસિએશનના આગેવાન દિલીપભાઈ પટેલ
રાજકોટ બાર એસોસિએશનના આગેવાન દિલીપભાઈ પટેલ

મર્યાદિત વ્યક્તિઓની હાજરીમાં કોર્ટ ચાલુ રાખો
વધુમાં દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે, જો કોરોનાની બીક હોય તો હાઇકોર્ટ તો ચાલુ જ છે, એક કોર્ટમાં પોઝિટિવ આવતા અન્ય 33 કોર્ટ બંધ કરવી એ ક્યાંનો ન્યાય કહેવાય! માટે અમારી સ્થાનિક કોર્ટ બંધ ન કરવાની માગ છે, અને આ માટે મેં મેઈલથી પણ હાઇકોર્ટને અરજી લખી ફરિયાદ કરી છે. શહેરની 34 કોર્ટ બંધ થતા વકીલોના વ્યવસાયને પણ અસર પડે છે. જો કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું હોય તો મર્યાદિત વ્યક્તિઓની હાજરીમાં કોર્ટ ચાલુ રાખો.

અન્ય સમાચારો પણ છે...