તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જળ અભિયાન:સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ

રાજકોટ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 1570 કિમીની નહેરો અને પાણીની લાઈનોની સફાઈ કરવામાં આવશે

સુજલામ સુફલામ યોજના હેઠળ જે કામો કરવામાં આવી રહ્યા છે તેનાથી મુખ્યત્વે પાણીનો સંગ્રહ વિવિધ સ્તર પર કરવામાં આવે તે લક્ષ્ય સરકારનો હોય છે. ત્યારે ચોથા તબક્કાનો પ્રારંભ રાજ્યભરમાં થઇ ચૂક્યો છે. સાથોસાથ સરકાર દ્વારા એ વાતની પણ સ્પસ્ટતા કરવામાં આવી હતી કે, જે ખોદકામ દરમિયાન જે માટી મળે તેનો વપરાશ સરકારી કામો માટે કરવામાં આવશે અને ખેતરોના કામો માટે ઉપયોગમાં લેવાશે. જેના માટે કોઈ પણ જાતની રોયલ્ટી ખેડૂતોએ આપવી નહીં પડે. એવી જ રીતે આ યોજના દ્વારા કામ કરતા મજૂરોને મનરેગા હેઠળ રોજગારી પણ મળી રહેશે.

તેમજ સુજલામ સુફલામ હેઠળના કામો ત્રણ પ્રકારે વિભાજિત કરવામાં આવશે, જેમાં પ્રથમ એવા કામ જે 100 ટકા લોકભાગીદારીથી થશે, એવી જ રીતે બીજા એવા કામ જે 100 ટકા સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવશે અને નિર્ધારિત કરેલા કામો 60-40 મુજબ કરવામાં આવશે, જેમાં 60 ટકાની ભાગીદારી સરકારની રહેશે જ્યારે 40 ટકા ભાગીદારી લોકોની રહેશે. રાજકોટ જિલ્લામાં કુલ 1570 કિમીની નહેરો અને પાણીની લાઈનોની સફાઈ કરવામાં આવશે.

ચોથા તબક્કાનું કામ બે માસ સુધી ચાલશે જેથી વરસાદ પૂર્વે તમામ પાણી સંગ્રહ કરવાના સ્ત્રોત સારી રીતે વિકસાવી શકાઈ અને ઘણા એવા સ્ત્રોત છે જેનું સમારકામ બાકી છે તેને પૂર્ણ કરાવી શકાય. આ યોજના થકી નહેરો, વોંકળાની સાફ સફાઈનું આયોજન હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો