તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી પહેલ:રાજકોટમાં ‘જળ એજ જીવન’ પ્રોજેક્ટનો પ્રારંભ, વેડફાતા પાણીને જમીનમાં ઉતારાશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટના બિલ્ડર્સે અનોખી પહેલ કરી છે. વરસાદી પાણીનો વેડફાટ અટકાવવા બિલ્ડર એસોસિએશને જળ એજ જીવન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. જેમાં બિલ્ડર્સ પોતાના નવા ફ્લેટના પ્રોજેક્ટમાં પાણીને જમીનમાં રિચાર્જ કરશે. જેથી આ પાણીનો ફરી ઉપયોગ થઈ શકશે.

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં કચ્છના રણથી લઈ અલંગના દરિયા સુધીના લોકો રોજગારી કે શિક્ષણ માટે સ્થાયી થઈ રહ્યાં છે. જેના કારણે શહેરની વસ્તી પણ સતત વધી રહી છે. ત્યારે ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન વિકટ ન બને તેની ચિંતા કરી બિલ્ડર એસોસિએશને જળ એજ જીવન પ્રોજેક્ટની શરૂઆત કરી છે. બિલ્ડર્સ પોતાના નવા બનતા પ્રોજેક્ટમાં વેડફાતા પાણીને જમીનમાં ઉતારશે. જેના પરિણામે જળસ્તર ઊંચું આવશે અને ફરી એજ પાણી ઉપયોગમાં લઈ શકાશે. એટલું જ નહીં, સાથે તેમાં વરસાદનું પાણી પણ હોવાથી લોકોને ક્ષાર વિનાનું શુદ્ધ પાણી મળતું થશે. આ ઉપરાંત પર્યાવરણનું જતન થશે. આ માટે બિલ્ડર એસોસિએશનના ચેરમેન ભરત પટેલ, પ્રેસિડેન્ટ પરેશ ગજેરા તેમજ વાઇસ પ્રેસિડેન્ટ દિલીપ લાડાણી સહિતના બિલ્ડર્સ પ્રયત્ન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...