ભૂકંપ:લોધિકા પંથકમાં મોડી રાત્રે 1.5ની તીવ્રતાનો આંચકો, છેલ્લા 24 કલાકમાં જ 3 ભૂકંપ નોંધાયા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાજકોટમાં શુક્રવારે એક જ દિવસમાં બે ભૂકંપ આવ્યા હતા પણ રાત્રીના 11.58 કલાકે વધુ એક ઓછી તીવ્રતાનો ભૂકંપ આવતા 24 જ કલાકમાં 3 ભૂકંપ નોંધાયા છે. આ વખતે ભૂકંપનું એપીસેન્ટર લોધિકાના ખાંભા ગામની સીમમાં નોંધાયું છે. શુક્રવાર રાત્રીના 11.58 કલાકે 1.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તીવ્રતા ખૂબ ઓછી હતી પણ આસપાસના માખાવડ સહિતના ગામોમાં જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. ભૂકંપનું એપીસેન્ટર લોધિકાના ખાંભા ગામની સીમમાં 15 કિ.મી.ની ઊંડાઈએ નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...