પેપર સરળ રહ્યું!:PSIની પરીક્ષામાં લતા મંગેશકર, રક્ષા શક્તિ યુનિ., જન ધનના પ્રશ્નો પૂછાયા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકંદરે પેપર સરળ રહ્યું, પરંતુ ગણિત અને રિઝનિંગના પ્રશ્નો વધુ પૂછાતા અનેક વિદ્યાર્થીઓને સમય ઓછો પડ્યો

રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગરના શહેરમાં અંદાજિત 96 હજાર જેટલા વિદ્યાર્થીઓએ રવિવારે પીએસઆઈની પ્રિલિમ્સ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોઈ પરીક્ષા કેન્દ્ર ફાળવાયું ન હતું પરંતુ અહીંના વિદ્યાર્થીઓએ પણ અમદાવાદ સહિતના જુદા જુદા કેન્દ્રો પર પરીક્ષા આપવા જવું પડ્યું હતું.

પીએસઆઈની પરીક્ષાના પેપરમાં તાજેતરમાં જ જેમનું નિધન થયું છે એવા લતા મંગેશકર, રક્ષા યુનિવર્સિટી અને જન ધન યોજના સહિતના પ્રશ્નો પૂછાયા હતા. વિદ્યાર્થીઓને પેપર પ્રમાણમાં સરળ લાગ્યું હતું પરંતુ ગણિત અને રિઝનિંગના પ્રશ્નો અઘરા પૂછાતા વિદ્યાર્થીઓનો સમય વેડફાયો હતો.

રાજ્યમાં રવિવારે 312 કેન્દ્ર પર પીએસઆઈની પરીક્ષા લેવાઈ હતી. સવારે 9થી લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેને લઈને રાજ્ય સરકારે વિશેષ તૈયારી કરી હતી. PSIની જગ્યાઓ માટે આ પહેલાં 2.5 લાખ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી. જેમાંથી 96231 ઉમેદવાર શારીરિક કસોટીમાં પાસ થયા હતા. 96231 ઉમેદવાર માટે અમદાવાદ અને ગાંધીનગર શહેરના જ 312 પરીક્ષા કેન્દ્ર નક્કી કરાયા હતા.

આ પરીક્ષાના પેપરમાં વિદ્યાર્થીઓને ગણિત અને રિઝનિંગ સિવાયના પ્રશ્નો સરળ લાગ્યા હતા જ્યારે ગણતરી કરવામાં સૌથી વધુ સમય લાગતા કેટલાક વિદ્યાર્થીઓને બે કલાકમાં પેપર પૂર્ણ થઇ શક્યું ન હતું. પેપરમાં મુખ્યત્વે રક્ષા શક્તિ યુનિવર્સિટીનું નવું નામ, વસતી ગીચતા, વિશ્વ કેન્સર દિવસ, લતા મંગેશકર, જન ધન યોજના સહિતના પ્રશ્નો પૂછાયા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોઈ કેન્દ્ર નહીં ફાળવાયું હોવાને લીધે અહીંના વિદ્યાર્થીઓને ગાંધીનગર અને અમદાવાદ જઈને પરીક્ષા આપવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...