રાજકોટ નવરાત્રિ LIVE:છેલ્લા નોરતે કરણપરામાં દીકરી ખોડલ મા બની મગર પર સવાર, રામનાથપરામાં દીકરીઓએ માથા પર સળગતા ગરબા મૂકી રાસ લીધા, સત્યનારાયણ પાર્કમાં રાસની રમઝટ બોલી

રાજકોટએક દિવસ પહેલા
કરણપરા ચોકમાં ખોડિયાર માતાજીના રૂપમાં અને પવનપુત્ર ગરબી મંડળમાં દીકરીએ માથા પર સળગતો ગરબો માથા પર મુકી રાસ લીધો.
  • ચંદનપાર્ક પાર્ક મેઇન રોડ પર પ્રાચીન ગરબીમાં યુવતીઓએ ગરબાની રમઝટ બોલાવી

આજે નવલી નવરાત્રિનું છેલ્લું નોરતું છે. ત્યારે છેલ્લા દિવસે યંગસ્ટર અને બાળાઓ ગરબાની રમઝટ બોલાવી રહી છે. આજે કરણપરા ચોકમાં અંબિકા ટ્રસ્ટ ગરબી મંડળની દીકરીએ ખોડિયાર માતાજીનું રૂપ ધારણ કરી રિમોટથી ચાલતા મગર પર સવારી કરી હતી. હાથમાં ત્રિશુળ સાથે મગર પર સવાર થતા જ દીકરીમાં મા ખોડલના દર્શન થયા હતા. તેમજ રામનાથપરામાં પવનપુત્ર ગરબી મંડળની દીકરીઓએ માથા પર સળગતા ગરબા મૂકી રાસ લીધા હતા તથા સત્યનારાયણ પાર્કમાં દીકરીઓએ પ્રાચીન રાસની રમઝટ બોલાવી હતી.

શેરી ગરબા, સાકેત હાઇટ્સ
શેરી ગરબા, સાકેત હાઇટ્સ
સત્યનારાયણ પાર્ક
સત્યનારાયણ પાર્ક

આશાપુરા મિત્ર મંડળ ગરબીમાં કોમી એકતાના દર્શન
શહેરના વોર્ડ નં.9માં ચંદનપાર્ક પાર્ક મેઇન રોડ પર પ્રાચીન ગરબીમાં યુવતીઓએ ગરબાની રમઝટ બોલાવી રહી છે. બીજી તરફ રેલનગરમાં આવેલા આશાપુરા મિત્ર ગરબી મંડળમાં કોમી એકતાના દર્શન જોવા મળ્યા છે. આ ગરબી મંડળમાં સર્વધર્મની ભાવના જોવા મળી રહી છે. આ ગરબી મંડળમાં હિન્દુ-મુસ્લિમ અને ક્રિશ્ચિયન ધર્મની બાળાઓ પણ ગરબા રમી રહી છે. સાકેત હાઇટ્સમાં આજે છેલ્લા દિવસે યંગસ્ટર હિલોળે ચડ્યું તેમ ગરબાની રમઝટ બોલાવી રહ્યું છે.

અંબિકા ટ્રસ્ટ, કરણપરા ચોક
અંબિકા ટ્રસ્ટ, કરણપરા ચોક
સત્યનારાયણ પાર્કમાં ગરબા માણતા લોકો
સત્યનારાયણ પાર્કમાં ગરબા માણતા લોકો

સોમનાથ સોસાયટીમાં યુવતીઓની ગરબે ઘૂમી
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે છેલ્લા દિવસે યુવતીઓ રાસ-ગરબે ઘૂમી રહી છે. આ સોસાયટીમાં યુવતીઓએ ટીટોડા, ઘરચોળુ, નોન સ્ટોપ ગરબા પર ગરબે ઘૂમી રહી છે.

આશાપુરા મિત્ર ગરબી, રેલનગર
આશાપુરા મિત્ર ગરબી, રેલનગર

ગંજીવાડામાં મેલડી મા ગરબી મંડળની બાળા ગરબા રમી
શહેરના ગંજીવાડા વિસ્તારમાં મેલડી મા ગરબી મંડળની બાળાઓ ગરબે ઘૂમી રહી છે. બાળાઓ ટ્રેડિશનલ ડ્રેસનો શણગાર સજી રાસ-ગરબે ઘૂમી રહી છે. આજે છેલ્લા દિવસે બાળાઓ ગરબાની રમઝટ બોલાવી રહી છે.

સોમનાથ સોસાયટીમાં યુવતીઓની ગરબે ઘૂમી.
સોમનાથ સોસાયટીમાં યુવતીઓની ગરબે ઘૂમી.

સાકેત હાઇટ્સમાં યુવાધન હિલોળે ચડ્યું
શહેરની સાકેત હાઇટ્સ સોસાયટીમાં યુવાધન છેલ્લા દિવસે હિલોળે ચડ્યું છે. આ ઉપરાંત રેલનગરમાં આવેલી લોકમાન્ય તિલક ટાઉનશીપ સોસાયટીમાં પણ છેલ્લા દિવસે ખેલૈયાઓ રાસ-ગરબે ઘૂમી રહ્યા છે.

સોમનાથ સોસાયટીમાં યુવતીઓની ગરબે ઘૂમી
સોમનાથ સોસાયટીમાં યુવતીઓની ગરબે ઘૂમી
મેલડી મા ગરબી મંડળ, ગંજીવાડા
મેલડી મા ગરબી મંડળ, ગંજીવાડા
લોકમાન્ય તિલક ટાઉનશીપ, રેલનગર
લોકમાન્ય તિલક ટાઉનશીપ, રેલનગર
સોમનાથ સોસાયટીમાં યુવતીઓ ગરબે ઘૂમી
સોમનાથ સોસાયટીમાં યુવતીઓ ગરબે ઘૂમી
સત્યનારાયણ પાર્કના પ્રમુખ મહેન્દ્દસિંહ ઝાલા અને રાસ રમતી બાળાઓ
સત્યનારાયણ પાર્કના પ્રમુખ મહેન્દ્દસિંહ ઝાલા અને રાસ રમતી બાળાઓ
અન્ય સમાચારો પણ છે...