તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્નના મુહૂર્ત:15મી જુલાઈએ લગ્ન માટેનું છેલ્લું મુહૂર્ત, પછી 3 માસ રાહ જોવી પડશે

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દિવાળી પછી 16 નવેમ્બરથી ફરી લગ્નના સારા મુહૂર્ત, 11 જુલાઈએ રવિપુષ્યામૃત યોગથી અષાઢ માસનો પ્રારંભ

કોરોના મહામારીમાં સરકારની ગાઈડલાઈન સાથે હાલ મહદંશે સાદગીથી લગ્નોત્સવ થઇ રહ્યા છે. જોકે તાજેતરમાં જ કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે લગ્ન પ્રસંગમાં 100 લોકો બોલાવી શકવાની છૂટ આપી છે. ચાલુ મહિનામાં 15મી જુલાઈના રોજ લગ્ન માટેનું છેલ્લું સારું મુહૂર્ત હોવાનું પંડિતો જણાવે છે. ત્યારબાદ લગ્ન કરવા ઈચ્છુક યુગલોએ ત્રણ મહિના સુધી રાહ જોવી પડશે. એટલે કે, 15મીએ છેલ્લા મુહૂર્ત બાદ દિવાળી પછી ફરી લગ્નની સિઝન ખીલશે. 16 નવેમ્બરથી લગ્ન માટેના સારા મુહૂર્તની શરૂઆત થશે.

11મી જુલાઈએ રવિવારે રવિપુષ્યામૃત યોગનો દિવસ છે અને આ દિવસથી અષાઢ મહિનાનો પ્રારંભ થશે અને તહેવારોની શૃંખલા પણ શરૂ થશે. શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, અષાઢ સુદ પાંચમને ગુરુવારને તારીખ 15 જુલાઈએ લગ્નનું છેલ્લું મુહૂર્ત છે. તારીખ 20 જુલાઈને મંગળવારે દેવપોઢી એકાદશી છે. આ દિવસથી દેવતાઓ પોઢી જાય છે એટલે લગ્નો થઇ શકતા નથી. જ્યારે દેવતાઓ જાગે ત્યારે ફરી લગ્નના મુહૂર્ત શરૂ થાય છે. તારીખ 12 નવેમ્બરને દિવસે દેવઊઠી એકાદશી છે.

આ દિવસથી દેવતાઓ જાગે છે અને લગ્નસરાની સિઝન શરૂ થાય છે. કોરોના મહામારીને કારણે અનેક પરિવારો લગ્ન પાછા ઠેલવ્યા છે. હવે દિવાળી બાદ લગ્ન વધુ થવાની સંભાવના છે જેને કારણે વિવિધ ધંધામાં પણ તેજી આવશે.

દિવાળી બાદના સારા મુહૂર્ત
માસસારા મુહૂર્તની તારીખ
નવેમ્બર16, 20, 21, 22, 26, 28, 29, 30
ડિસેમ્બર1, 7, 9, 11, 13, 14
જાન્યુઆરી20, 22, 23, 24, 26
ફેબ્રુઆરી5, 6, 7, 10, 16, 17

અષાઢ માસથી તહેવારોની શૃંખલા
20 જુલાઈ:
મોળાકત વ્રતનો પ્રારંભ
21 જુલાઈ: જયાપાર્વતી વ્રત પ્રારંભ
24 જુલાઈ: ગુરુપૂર્ણિમા
8 ઓગસ્ટ: દિવાસો
9 ઓગસ્ટ: શ્રાવણમાસનો પ્રારંભ
22 ઓગસ્ટ: રક્ષાબંધન
30 ઓગસ્ટ: જન્માષ્ટમી

અન્ય સમાચારો પણ છે...