તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેન્ડેટને લઇને વિરોધ:રાજકોટમાં છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવા પડાપડી કરી, વોર્ડ નં.1, 2 અને 3ના કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેટને લઇને ભાજપે વાંધો રજૂ કર્યો

રાજકોટ22 દિવસ પહેલા
છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવા પડાપડી કરી.
  • ‘ક’ અને ‘ખ’ ફોર્મમાં મેન્ડેટમાં અધિકૃત નામ અને સહી ન હોવાને લઇ ભાજપે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ કરવાની માંગ કરી
  • છેલ્લી ઘડીએ ફોર્મ ભરવામાં કોંગ્રેસ ઉમેદવારો દો ગજ કી દૂરી ભૂલ્યા, કોંગ્રેસના અમુક ઉમેદવારના ફોર્મ રદ થાય તેવી વાત

રાજકોટમાં છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવા પડાપડી કરી હતી. ભાજપ દ્વારા વોર્ડ નં.1, 2 અને 3ના કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેટને લઇને ભાજપે વાંધો રજૂ કર્યો છે. ક અને ખ ફોર્મમાં મેન્ડેટમાં અધિકૃત નામ અને સહી હોવી જોઇએ. જેને લઇને ભાજપે ફોર્મ રદ કરવાની માંગ કરી છે. આ અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, ભાજપે ચૂંટણી પંચમાં વાંધો ઉઠાવ્યો છે. સોમવારે ફોર્મની ચકાસણી થશે ત્યારે સાચી ખબર પડશે. કોંગ્રેસના નેતા મિતુલ દોંગાએ કહ્યું હતું કે, ભાજપ સત્તાના જોરે વાત કરે છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારના અમુક ફોર્મ રદ થાય તેવી વાત પણ સામે આવી રહી છે. આથી શહેર પ્રમુખ અશોક ડાંગરનો ચહેરો ઉતરી ગયેલો જોવા મળ્યો હતો. ભૂલ રહી ગઇ હશે તો કોંગ્રેસને મોટુ નુકસાન થશે.

રાજકોટમાં છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવા પડાપડી કરી હતી.
રાજકોટમાં છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવા પડાપડી કરી હતી.

રાજકોટ પોલીસ ભાજપનો હાથો બનીને કામ કરે છે - પૂર્વ વિપક્ષ નેતા
આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થયેલી ખેંચતાણ અંગે પોતાના મંતવ્યો જણાવતા કોંગ્રેસ અગ્રણી વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, સરકારી
કેમેરામાં આખી ઘટના કેદ છે, જ્યારે રાજકોટ કોંગ્રસ પ્રમુખ અશોક ડાંગર મેન્ડેટ રજૂ કરતા હતા, એ સમયે કોંગ્રસના કાર્યકરોને બહાર ન જવા પરંતુ જ્યારે ભાજપના કાર્યકરો ઉદય કાનગડ અને કમલેશ મિરાણી સાથે આવ્યા ત્યારે પોલીસે તેમને રોકવાની કોશિશ પણ નથી કરી, એ સ્પષ્ટ પણે દર્શાવે છે કે રાજકોટ પોલીસ ભાજપનો હાથો બનીને કામ કરે છે.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ઉમેદવારો.
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ઉમેદવારો.

છેલ્લી ઘડીએ કોંગ્રેસમાં જબરદસ્ત ખેંચતાણ જામી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે ખરાખરીનો ખેલ શરુ થયો છે. થોડા દિવસ પહેલા બન્ને પક્ષના કાર્યકરોએ આસંતોષની લાગણી અનુભવીને ધરણા યોજી મોરચો માંડ્યો હતો. અને આજે મનપા ચૂંટણીમાં ફોર્મ ભરવાનાં આજના અંતિમ દિવસે અંતિમ ઘડી સુધી કોંગ્રેસમાં જબરજસ્ત ખેંચતાણ જામી હતી. ઉમેદવારોના નામ જાહેર કરવામાં અને ઉમેદવારોને ટિકિટ આપવામાં નેતાઓને ધોળે દિવસે તારા દેખાય ગયા હતા.

એક જ વોર્ડમાં ન છૂટકે બે ઉમેદવારોને ફોર્મ ભરવાનું સૂચન આપવું પડયુ હતું.
એક જ વોર્ડમાં ન છૂટકે બે ઉમેદવારોને ફોર્મ ભરવાનું સૂચન આપવું પડયુ હતું.

અનેક વોર્ડમાં વિવાદ વકરવાનાં એંધાણ વર્તાય રહ્યાં છે
કોંગ્રસની 11 બેઠકોમાં ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. જ્યારે બે ઉમેદવારોના નામ છેલ્લી એક કલાક સુધી જાહેર થઈ શક્યા ન હતા. આ ખેંચતાણને પગલે એકાદ બે વોર્ડમાં સમુળગા ઉમેદવારો જ બદલવા પડયા હતા. તથા એક જ વોર્ડમાં ન છૂટકે બે ઉમેદવારોને ફોર્મ ભરવાનું સૂચન આપવું પડયુ હતું. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે છેલ્લી ઘડી સુધી ધમાસાણ ચાલુ હોવાને કારણે હવે અનેક વોર્ડમાં વિવાદ વકરવાનાં એંધાણ વર્તાય રહ્યા છે.

છેલ્લી ઘડીએ મહિલા ઉમેદવાર બદલવામાં આવ્યા હતા
છેલ્લી ઘડીએ મહિલા ઉમેદવાર બદલવામાં આવ્યા હતા

બે ઉમેદવારો મામલે જોરદાર ટાંટીયા ખેંચ થતી રહી હતી.
ગઈ મોડીરાત્રે બીજી યાદીમાં 39 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ 11 ઉમેદવારો બાકી રહી ગયા હતા. આ મુદે ખેંચતાણ હોવાથી ટેલિફોનિક સૂચનાનો દોર શરુ થયો હતો. વોર્ડ નં.1, 2, 4, 7, 9,11,13, 16 અને 18 એમ 9 વોર્ડમાં એકાદ બે ઉમેદવારો મામલે જોરદાર ટાંટીયાખેંચ થઇ હતી. વોર્ડ નં.2માં છેલ્લી ઘડીએ મહિલા ઉમેદવાર બદલવામાં આવ્યા હતા. રાજદીપસિંહ પરિવારનાં બદલે મનીષાબા વાળાનું નામ છેલ્લી ઘડીએ આવતા બન્નેના ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. મનીષાબા વાળા તથા દિવ્યાબા એમ બન્ને મહિલા ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા. વોર્ડ નં.4માં મહિલા ઉમેદવારોનું નામ બાકી રાખ્યુ હતું. પરંતુ શીતલબેન પરમારનું નામ જાહેર થયું હતું. વોર્ડ નં.7માં એક નામ બાકી હતું ત્યાં રણજીત મુંધવાને ટિકિટ આપવામાં આવી હતી.

કોંગ્રેસે સૌથી નાની વયના 26 વર્ષના નયન ભોરણીયાને ટિકિટ આપી.
કોંગ્રેસે સૌથી નાની વયના 26 વર્ષના નયન ભોરણીયાને ટિકિટ આપી.

કોંગ્રેસે સૌથી નાની વયના 26 વર્ષના નયન ભોરણિયાને ટિકિટ આપી
વોર્ડ નંબર 8માં કોંગ્રેસે સૌથી નાના ઉમેદવારને ટિકિટ આપી છે. નયન ભોરણીયાને ટિકિટ મળી છે જેની ઉંમર 26 વર્ષ છે. જેને આજે ઉમેદવારી નોંધાવી જણાવ્યું હતું કે, હું યુવાનોના મુદ્દે શિક્ષણ અને બેરોજગારીના મુદ્દે આગળ લડત આપીશ અને કોગ્રેસ નહીં પણ પ્રજાનો ઉમેદવાર છું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો