ખરીદીનો ક્રેઝ:રાજકોટમાં દિવાળીની છેલ્લી ઘડીની ખરીદીમાં તેજી, બજારમાં લોકોની ભીડ જામી, ગાઈડલાઈનના ધજાગરા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભુલાયું

રાજકોટએક મહિનો પહેલા
  • વ્યાવસાયીક એકમોમાં પારંપરિક રીતે શુભમુહૂર્તમાં કરાશે ચોપડા પૂજન

હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે આપણે સૌ જે તહેવારની વાટ જોતા હતા એ દિવસ આવી ગયો...આજે આસો વદ અમાસ એટલે દિવાળીનો તહેવાર.કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી આ તહેવારની ઉજવણીમાં એટલી રોનક ન હતી જોકે આ વખતે કોરોના નહિવત થઈ જતા લોકોમાં ઉમંગ અને ઉત્સાહ બેવડાઈ ગયો છે ત્યારે છેલ્લી ઘડીએ રાજકોટીયન્સ ખરીદી કરવા નિકળ્યા છે. જેમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થતો જોવા મળ્યો હતો. જેમાં ખરીદી કરતા ઘણાં લોકોએ માસ્ક પહેર્યું ન હતું અને સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો.

મહિનાઓ પછી હૈયે હૈયું ભીડાય તેવી ભીડ
આજે દિવાળીના દિવસે વ્યાવસાયીક એકમોમાં પારંપરિક રીતે શુભમુહૂર્તમાં કરાશે ચોપડા પૂજન કરવામાં આવશે સાથોસાથ શહેરની વિવિધ બજારોમાં મહિનાઓ પછી હૈયે હૈયું ભીડાય તેવી ભીડ જોવા મળી હતી. દિવાળી પૂર્વે નોકરીયાતોના પગાર અને બોનસ મળતાં બજારમાં ખરીદીની નાણાંનો પ્રવાહ લઈ ખરીદારોની ભીડ શરૂ થઈ છે. બજારોમાં ગ્રાહકો અચાનક ઉભરો જોઈ અને વેપારમાં બરક્ત જણાતા નાના, મોટા વેપારીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.

રાજકોટમાં ઉત્સવનો માહોલ નજરે ચઢી રહ્યો છે
કોરોનાને કારણે ગત વર્ષ દિવાળી નબળી રહી હતી પણ આ વર્ષના છેલ્લા દિવસોમાં દિવાળી પર્વમાં ખરીદારો ઊમટતા વ્યાપારીઓમાં ખુશહાલી વ્યાપી છે. વળી કોરોના હળવો થતા ડર વગર લોકો ખરીદારી કરી રહ્યા છે.રાજકોટમાં ઉત્સવનો માહોલ નજરે ચઢી રહ્યો છે. આજે દિપાવલી પર્વ અને આવતીકાલે નવા વર્ષના દિવસો હોઈ જેને પગલે બપોર પછી બજારોમાં જામેલી ભીડ જોવા મળી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...