તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંયોગ:શ્રાવણનો છેલ્લો દિવસ અને સોમવતી અમાસથી રાજકોટના શિવાયલો ભાવિકોથી ઉભરાયા, પંચનાથ મહાદેવ મંદિરમાં ભક્તોને વેક્સિનની પ્રસાદી

રાજકોટ17 દિવસ પહેલા
પંચનાથ મહાદેવ મંદિરમાં ભાવિકો ઉમટ્યા.
  • રાજકોટ મનપાની આરોગ્ય ટીમ દ્વારા વેક્સિનેશન કેમ્પનું આયોજન, ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યાં છે

પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ છે અને આજે સોમવતી અમાસ છે. ત્યારે ઠેર ઠેર શિવાલયોમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આજે શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા છે. આ સાથે રાજકોટ શહે૨નાં મધ્યમાં આવેલા 148 વર્ષ જૂના પ્રાચીન દેવાલય પંચનાથ મહાદેવ મંદિ૨માં બે વર્ષ બાદ દાદાની વરણાંગી ઢોલ-નગારા સાથે પ્રસ્થાન કરશે. પંચનાથ મહાદેવ મંદિરમાં આરોગ્ય વિભાગે વેક્સિનેશન કેમ્પનું આયોજન કર્યું છે. જેમાં ભાવિકોને પ્રસાદીરૂપે વેક્સિન આપવામાં આવી રહી છે.

5 વાગ્યે ઢોલ-નાગારા સાથે વરણાંગી નીકળશે
આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે સોમવતી અમાસના રોજ શહે૨નાં મધ્યમાં આવેલું પ્રાચીન દેવાલય પંચનાથ મહાદેવની બે વર્ષ બાદ વરણાંગી યોજવામાં આવશે. આજે સાંજે 5 વાગ્યે ઢોલ-નગારા અને હ૨ હ૨ મહાદેવના ગગનચૂંબી જયકારા સાથે દાદાની વરણાંગી પ્રસ્થાન ક૨શે. જે પંચનાથ મંદિરેથી ગાંધી વિદ્યાલય, જ્યુબેલિ ચોક, પરાબજાર, ધમેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ત્રિકોણ બાગ, લીમડા ચોક થઈને પંચનાથ મહાદેવ મંદિ૨ ખાતે પ૨ત પધા૨શે.

પંચાનાથ મહાદેવ મંદિરમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન.
પંચાનાથ મહાદેવ મંદિરમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન.

રાજકોટના શિવાલયો શિવમય બની ગયા
આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે રાજકોટના શિવાલયો શિવમય બની ગયા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ ભોળાનાથના ભક્તોને પ્રસાદીરૂપે વેક્સિન આપવામાં આવી રહી છે. મનપા દ્વારા રાજકોટના પંચનાથ મંદિર ખાતે ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મપ્રેમી જનતામાં જાગૃતિ લાવવા મનપા દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે. સદર આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા રસીકરણની સાથે કોરોના ટેસ્ટિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

ટેસ્ટિંગ કેમ્પનું પણ આયોજન.
ટેસ્ટિંગ કેમ્પનું પણ આયોજન.

આરોગ્ય ટીમની અપીલ
આરોગ્ય ટીમના ડો.ચાર્મી વાલાણીએ જણાવ્યું હતું કે આજ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ છે. શિવભક્તો અહીં પંચનાથ મહાદેવ મંદિરે આવી રહ્યાં છે. આરોગ્યની ટીમ દ્વારા વેક્સિનેશન કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું છે. સમય સવારના 9થી 1 અને બપોર પછી 3.30થી 9.30 રાખવામાં આવ્યો છે. મારી નમ્ર વિનંતી છે કે લોકો વધુને વધુ આવે અને વેક્સિન મુકાવી અમને સહયોગ કરે.

અન્ય સમાચારો પણ છે...