તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેન્ડ ગ્રેબિંગ:રાજકોટના પારડીમાં લેન્ડ ગ્રેબિંગ, 2 મહિલા સહિત 10 સામે ફોજદારી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શાપર પોલીસ અને પ્રાંત કચેરીની સંયુક્ત તપાસ માટે 781 કાગળ ભેગા કર્યા

પારડીમાં ભૂપત વ્યાસ નામની વ્યક્તિને 1979માં સાંથણીમાં જમીન મળી હતી જોકે તેઓએ ખેતીને બદલે બીજો ઉપયોગ શરૂ કરતા ફરી શ્રીસરકાર થઈ હતી અને છેક હાઈકોર્ટ સુધી કેસ ચાલતા ત્યાં પણ હાર મળી હતી. ભૂપતભાઈ નિ:સંતાન હોવાથી તેમણે તેમના ભાઈના પુત્ર ભાવેશ કરુણાશંકર વ્યાસને વસિયત કરી હતી કે જો કેસ જીતે તો જમીન તેમની થશે. હાઇકોર્ટનો ચુકાદો આવે તે પહેલા જ ભૂપત વ્યાસનું મોત થયું હતું. જોકે જમીનનો કબજો છોડ્યો ન હતો.

જમીન ખાતે ન થતા ભાવેશે કૌભાંડ કરવાનો વિચાર કર્યો અને સરકારી જમીનમાં સોસાયટી ઊભી કરી પ્લોટ પાડ્યા હતા. જેમાં ભાવેશ ઉપરાંત નાગર જાદવ, બાબુ ચુડાસમા, મનિષા જાદવ, અજય પરમાર, અલ્કા પરકાર, રામ ઉર્ફે ભરત ભરવાડ, ગોવિંદ પરમાર, સુભાષ સિંગલ એન પ્રવીણ ચૌહાણ પણ અલગ અલગ તબક્કે સામેલ થયા હતા. અરજી શાપર પોલીસ સ્ટેશનને મળતા પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલે તપાસ શરૂ કરી હતી અને ગ્રામ્ય પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈને પણ મળી હતી. બંને વિભાગે સંયુક્ત તપાસ કરીને 781 કાગળ એકઠા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...