તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૉર્ટની કાર્યવાહી:કોર્ટનો આદેશ છતાં જમીન સંપાદનના નાણાં ન ચૂકવ્યા, 394 દિવસ બાદ અપીલમાં જવા કહ્યું, 17 અધિકારીને નોટિસ

રાજકોટ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિભાગે વિલંબ બદલ કાર્યવાહી કરવાનું કહેતા કોર્ટે સાત દિવસનો સમય આપ્યો, આજે સુનાવણી

રાજકોટ-જામનગર હાઈવે પર જમીન સંપાદન થતા એક અરજદાર કોર્ટમાં ગયા હતા જેમાં અરજદારના પક્ષમાં ચુકાદો આવ્યો હતો. જોકે ત્યારબાદ એક વર્ષ સુધી અરજદારને રકમ અપાઈ ન હતી તેને બદલે 394 દિવસ બાદ રાજકોટના અધિક્ષક ઈજનેરે અપીલમાં માર્ગ અને મકાન વિભાગને સૂચન કર્યુ હતું. અરજદાર હાઈકોર્ટમાં ગયા અને માર્ગ અને મકાન વિભાગે વિલંબ થવા બદલ કાર્યવાહી કરશે તેવું કહેતા કોર્ટે એક જવાબદાર તમામ સામે થયેલી કાર્યવાહીનો રિપોર્ટ આપવા અને વળતરની રકમ ચૂકવવા વિભાગે જણાવ્યું હતું. તેથી વર્ગ-1ના અધિક્ષક ઇજનેર સહિત 17 કર્મચારીને માર્ગ અને મકાન વિભાગે 1 સપ્ટેમ્બરે નોટિસ ફટકારી માત્ર એક જ દિવસમાં જવાબ આપવા કહ્યું હતું.

આ અંગે હવે સોમવારે સુનાવણી છે. 2018માં ફરજ નિભાવતા વાય. એમ. ચાવડાએ કહ્યું હતું કે, તેમની પાસે આ કેસ આવ્યો ન હતો નોટિસ મળતા પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમની બાદ જે અધિકારીઓને ચાર્જ અપાયો હતો તે સોલંકી તેમજ પાવાગઢીએ પણ 16 દિવસ જ ચાર્જ હોવાનું કહીને નોટિસનો જવાબ આપ્યો છે.

જે અધિકારીઓને નોટિસ ફટકારાઈ તેમના નામ
આર. ડી. સોલંકી (તત્કાલીન અ.ઈ. વર્તુળ-1), એન. બી. પાવાગઢી (તત્કાલીન અ.ઈ. વર્તુળ- 1), એમ. પી. ત્રિવેદી (તત્કાલીન અ.ઈ. વર્તુળ- 1), વાય. એમ. ચાવડા (તત્કાલીન અ.ઈ. વર્તુળ-1), જે. પી. સોનાગરા (જુ.ક્લાર્ક, વર્તુળ-1), એસ.ટી. તાલપરા (સિ.ક્લાર્ક, વર્તુળ-1), વી. એન. નિનામા (ઈન્ચાર્જ કચેરી અધિક્ષક રાજકોટ), બી. પી. મારડિયા (ઈન્ચાર્જ સિનિયર ક્લાર્ક, જામનગર), એસ. વી. બાવીસી (મ.ઈજનેર, જામનગર), કે. બી. છૈયા (તત્કાલીન મ.ઈજનેર, જામનગર), એમ. બી. રાઠોડ (તત્કાલીન ના.કા.ઈ., જામનગર), જે. બી. ચાવડા (સી. બી. ક્લાર્ક નિવૃત્ત, જામનગર), કે. એ. ગોજિયા (સી. બી. ક્લાર્ક નિવૃત્ત, જામનગર), વી. એલ. મીણા (તત્કાલીન વરિષ્ઠ હિસાબી અધિકારી, જામનગર), એસ. આર. કટારમલ(તત્કાલીન ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર), એ. જે. ચૌહાણ (તત્કાલીન કાર્યપાલક ઈજનેર જામનગર), જે. આર. ઓઝા (નિવૃત્ત કાર્યપાલક ઈજનેર, જામનગર)

નોટિસ મુજબ ક્યારે-કેટલો વિલંબ થયો તેની તારીખ સહિતની વિગત

 • 25-09 2018 જિલ્લા કોર્ટે અરજદારના પક્ષમાં ચુકાદો આપ્યો
 • 21-10-2019 394 દી’ પછી અ.ઈજનેરનો અપીલમાં જવા અભિપ્રાય
 • 01-11-2019 વિભાગે પત્ર લખીને તમામ માહિતીની પૂર્તતા માગી
 • 27-12-2019 61 દિવસના વિલંબ બાદ ક્ષેત્રિય કચેરીએ માહિતી આપી
 • 19-02-2020 મુદ્દાઓ ઉપસ્થિત થતા ફરી વિગતો મગાઈ, 2-3ના રિમાઈન્ડર
 • 22-12-2020 303 દિવસના વિલંબ બાદ અધિક્ષક ઈજનેરે વિગતો આપી
 • 22-01-2021 વધુ મુદ્દાઓ માટે દરખાસ્ત કરવા કાયદા વિભાગનો પત્ર
 • 06-07-2021 160 દી’ બાદ વિભાગને પૂરી માહિતી રજૂ કરાઈ
 • 25-08-2021 અરજદારે કેસમાં દાદ માગતા હાઈકોર્ટમાં સુનાવણી
અન્ય સમાચારો પણ છે...