ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ફરી ભાજપના આગેવાનો અને પોરબંદરના સાંસદ રમેશ ધડૂક સાથે જોવા મળ્યા છે. ઉપલેટામાં અલગ અલગ ગણપતિ ઉત્સવમાં ભાજપના આગેવાનો સાથે લલિત વસોયા જોવા મળતા રાજકીય ક્ષેત્રે અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. લલિત વસોયા કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેસરિયો ધારણ કરવાની વાતે ફરી વેગ પકડ્યો છે.
રમેશ ધડૂક સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી
રમેશ ધડૂક સાથે ઉપલેટાના સર્કિટ હાઉસ ખાતે લલિત વસોયાએ બેઠકનો દૌર શરૂ કર્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો પણ સાથે જોવા મળ્ય હતા. એક તરફ લલિત વસોયા કોંગ્રેસમાં હોવાની વાત કરે છે અને કોંગ્રેસમાં રહેવાના છે તેવું જણાવે છે. બીજી તરફ ભાજપના નેતાઓ આગેવાનો સાથે બેઠકનો દૌર શરૂ કરીને ભાજપમાં ભળતા હોવાના સ્પષ્ટ સંકેતો દેખાતા નજરે પડી રહ્યા છે.
રાજકોટમાં ચૂંટણી પહેલા પોસ્ટર વોર
રાજકોટમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોસ્ટર વોર શરૂ થયો છે. શહેરના સામાકાંઠાની બેઠકને લઈને પોસ્ટર વોર શરૂ થયું છે. વિધાનસભા 68માં આપ અને કોંગ્રેસના દેવાદારોએ પોસ્ટર લગાવ્યા છે. આપના ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, કોંગ્રેસના મહેશ રાજપૂત અને મ્યુનિ.ના વિપક્ષ પક્ષના નેતા ભાનુબેન સોરાણીના પોસ્ટર લાગ્યા છે. આ બેઠક પર હાલ ધારાસભ્ય અને મંત્રી અરવિંદ રૈયાણી છે.જ્યારે અરવિંદ રૈયાણીના કોઈ પોસ્ટર લાગેલા નથી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.