તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:લક્ષ્મીના ઢોળા અને નેહરુનગરની યુવતીનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • બન્ને યુવતીએ બીમારીથી જિંદગી ટૂંકાવી લીધાનું ખુલ્યું

નાનામવા વિસ્તારમાં અલગ અલગ બે આપઘાતના બનાવમાં 18 અને 25 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી છે. બંને યુવતીએ બીમારીથી કંટાળી આપઘાત કરી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પ્રથમ બનાવમાં લક્ષ્મીના ઢોળા પાસે રહેતી ક્રિષ્ના અશોકભાઇ મારૂ નામની 18 વર્ષીય યુવતીએ ગત મોડી રાતે તેના ઘરે ચૂંદડીથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.

મોડી રાતે ક્રિષ્ના રૂમમાં જોવા નહીં મળતા અન્ય રૂમમાં તપાસ કરતા માતાને ક્રિષ્ના લટકતી હાલતમાં જોવા મળી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પૂછપરછમાં ક્રિષ્ના બે ભાઇ અને બે બહેનમાં મોટી હતી. પિતા ટ્રક ડ્રાઇવિંગ કરતા હોય હાલ મહારાષ્ટ્ર ગયા છે. ક્રિષ્નાને બે વર્ષથી પેટમાં દુખાવો થતો રહેતો હોય તેની દવા પણ ચાલુ છે.

દુખાવાથી કંટાળીને પગલું ભરી લીધાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું છે. જયારે અન્ય એક બનાવ નાનામવા વિસ્તારના નેહરુનગરમાં બન્યો હતો. જ્યાં નેહરુનગર-1માં રહેતી રૂપલ જેરામભાઇ જાદવ નામની યુવતીએ મંગળવારે તેના ઘરે ચૂંદડીથી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની પરિવારજનોને જાણ થતા બેભાન હાલતમાં નીચે ઉતારી 108ને જાણ કરી હતી. 108ની તપાસમાં રૂપલનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. માલવિયાનગર પોલીસની તપાસમાં રૂપલ બે ભાઇની એકની એક બહેન હતી. રૂપલને આંચકીની બીમારી હોય તેનાથી કંટાળીને પગલું ભરી લીધાની પરિવારે શંકા વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો