તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:લોધિકાના પાળ અને રાવકીમાં ટેસ્ટિંગ કિટની અછત, રસી લેવા ગયેલાને પણ ધક્કા થયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિન માટે સ્લોટ બુક કરાવ્યા છતાં લોકોને રસી ન મળી

એક તરફ સરકાર ટેસ્ટિંગ વધારવા માટે તંત્રને પ્રેરિત કરી રહ્યું છે, તો બીજી તરફ ગામોમાં ટેસ્ટિંગ કિટની સતત અછત જોવા મળી રહી છે. અનેક રજૂઆતો કરવા છતાં જે જથ્થો મળવો જોઈએ તે મળી શકતો નથી, પાળ ખાતે આવેલા પીએચસી સબસેન્ટર પર ગત 25 એપ્રિલથી એક પણ ટેસ્ટિંગ કિટ આવી નથી અને પ્રતિ દિવસ 20 થી વધુ લોકો ટેસ્ટિંગ માટે આવતા હોય છે, ત્યારે જો ટેસ્ટિંગ કિટ વધારવામાં આવે તો ઘણો પ્રશ્ન હલ થઇ શકશે. બીજી તરફ વેક્સિનના પણ પૂરતા ડોઝ ન મળતા જે લોકોએ સ્લોટ બુક કરાવ્યા હોય તેઓએ પણ પરત ફરવું પડે છે, આ કિસ્સામાં ગામના લોકોનો પણ સમાવેશ થયો છે.

પાળમાં ફીમેલ હેલ્થ વર્કર 17 માર્ચથી ગાયબ, 2 શો-કોઝ નોટિસ અપાઈ
પાળ ગામની મુલાકાત લેતા એ વાત સામે આવી કે, પાળના પીએચસી સબસેન્ટર પર સુમિતાબેન ટંકારિયા કે જે ફીમેલ હેલ્થ વર્કર છે, તેઓ 17 માર્ચથી કોઈ રજા રાખ્યા વગર ફરજ પર આવ્યા નથી, જે અંગે વારંવાર રજૂઆત કર્યા બાદ તેને બે વખત શો-કોઝ નોટિસ આપવામાં આવી છે, પરંતુ તેનો પણ કોઈ જવાબ મળ્યો નથી.

આ મુદ્દો સામે આવતા જિલ્લા આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરી સાથે વાતચીત દરમિયાન તેઓએ કહ્યું હતું કે, આ મુદ્દાને ધ્યાને લઇ સુમિતાબેનને લઇ એપેડેમિક એક્ટ હેઠળ તેઓને છૂટા કરવાની પણ નોટિસ આપવામાં આવી છે. ત્યારે હવે ઓઉટસોર્સિંગના માધ્યમથી એ જગ્યા ભરવામાં આવશે.

રસી લેનાર અને PHC કર્મીનો સંવાદ
રસી લેનાર : આરોગ્ય કેન્દ્રમાંથી બોલો છો?
કર્મી
: તમે કોણ બોલો છો?
રસી લેનાર : હરિપર પાળ ખાતે રસી લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, અને 3 થી 6 નો સમય ફાળવામાં આવ્યો છે
કર્મી :
મોટાભાઈ વેક્સિન પૂરી થઇ ગઈ છે.
રસી લેનાર : અમને સમય આપ્યો તે પ્રમાણે વેક્સિન ન આવે ?
કર્મી :
ના..ના વેક્સિન પૂરી થઇ ગઈ હોઈ, તો કેમ આવે, અમારે સવારનું હતું અને તે વાગુદળનું છે.
રસી લેનાર : વાગુદળનું હતું, તો શું અમને જે સ્થળ આપ્યું એ ખોટું ?
કર્મી :
હમ્મ્મ્મ..
રસી લેનાર : તમારા કોઈ કસ્ટમર નંબર છે, કારણ અમે હેરાન થયા છીએ અને રાજકોટથી ધક્કો ખાઈને આવ્યા છીએ.
કર્મી :
તમને કોને મારા નંબર આપ્યા.
કર્મી : આમાં શું છે..ઉપરથી થઇ જાય છે ક્રિએટ, હરિપર પાળમાં ગામ પૂરતું જ સીમિત છે. અને હજુ પણ થોડું બાકી છે.
કર્મી :
ઉપરથી કડક સૂચના છે કે પહેલા બીજા ડોઝ લેનારને પ્રાયોરિટીમાં રાખવા.

અન્ય સમાચારો પણ છે...