તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ:પોલીસે ઘોડાને ફડાકો માર્યાના મામલે કરણી સેના મેદાનમાં, સોશિયલ ડિસ્ટન્સના અભાવ સાથે વિરોધ કરી રેલી યોજી

9 મહિનો પહેલા
 • પોલીસની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં

બે દિવસ પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે કોંગી નેતા ઘોડા પર બેઠા હતા. ત્યારે તેને રોકવા માટે પોલીસ અધિકારીએ ઘોડાને ફડાકો મારી કોંગી નેતાને ઘોડા પરથી નીચે ઉતાર્યા હતા. ત્યારે ઘોડાને ફડાકો મારતા ક્ષત્રિય સમાજના યુવાઓની લાગણી દુભાતા તેઓ રેલી યોજી કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યાં હતાં. પરંતુ કરણી સેનાએ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવી રેલી યોજી હતી. પોલીસની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.આ અંગે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ઝુમ એપથી કરણી સેનાના મુખ્ય પાંચ વ્યક્તિઓની વાત સાંભળી છે. ઓનલાઈન વાત સાંભળી પોલીસ કમિશનર ઓફિસમાં જ બહારથી ઝૂમ એપથી રજૂઆત સાંભળી હતી.

કોંગ્રેસ પ્રદેશ મહામંત્રીએ પોલીસ વિરૂદ્ધ ફરિયાદની અરજી કરી
રાજકોટ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી રાજદીપસિંહ જાડેજાએ પોલીસ વિરૂદ્ધ ફરિયાદ કરવાની અરજી કરી છે. સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને વિરોધ સમયે પોલીસ અધિકારીઓ દ્વારા બીભત્સ ગાળો આપવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ ACP એચ. એલ. રાઠોડ, ભક્તિનગર PI વી.કે. ગઢવી અને PSI જેબલીયાએ ઝપાઝપી કરી ગાળો આપી હોવાનો આરોપ પણ લગાવ્યો છે. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ACP, PI અને PSIનો વિસ્તાર ન હોવા છતાં મારી ખોટી રીતે અટકાયત કરવામાં આવી હતી. જો કે સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પણ ટ્વીટ કર્યું હતું. જેથી રાજદીપસિંહ જાડેજાએ પોલીસ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે અને પોલીસ ફરિયાદ દાખલ નહિં કરે તો હાઇકોર્ટ સુધી જવાની  ચીમકી આપી છે.

2 દિવસ પહેલા નિર્દોષ ઘોડાને પોલીસે ફડાકો માર્યો હતો
રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ કરવા 2 દિવસ પહેલા કોંગ્રેસના કાર્યકરો ઘોડા પર ચડીને નીકળ્યા હતા. ત્યારે યાજ્ઞિક રોડ પર કોંગી નેતા જે ઘોડા પર બેઠા હતા. ત્યારે તેને રોકવા માટે પોલીસ અધિકારીએ ઘોડાને ફડાકો મારી કોંગી નેતાને નીચે ઉતાર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. કોંગ્રેસના યુવા નેતા રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેઓ કોઈ અંગત સ્વાર્થ માટે કે સીનસપાટા કરવા માટે નહીં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે વિરોધ કરવા માટે શાંતિથી ઘોડા પર નીકળ્યા હતા. ત્યારે ACP રાઠોડે ઘોડાને રોકવા આ અબોલ જીવને ફડાકો માર્યો હતો અને મારી સાથે અશોભનીય વર્તન કર્યું હતું. ત્યારે પોલીસ સામે કોઈ ગુનો નોંધાયો ન હતો પણ રાજદીપસિંહ વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી તેની અટકાયત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો