તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાગ્રસ્ત ગંભીર દર્દી માટે જીવનદાનસમા રેમડેસિવિર ઇન્જેક્શનની અછત પ્રવર્તી રહી છે અને સરકારી તંત્ર તમામ પુરવઠો ઉપલબ્ધ હોવાના દાવા કરી રહ્યા છે, સાચી સ્થિતિ જાણવા ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે શુક્રવારે શહેરના 10 મેડિકલ સ્ટોરમાં તપાસ કરતાં તમામ મેડિકલ સ્ટોરમાંથી સ્ટોક ખલાસ હોવાનો જવાબ મળ્યો હતો, તો જરૂરતમંદ દર્દીના પરિવારજનોએ રૂ. 4 હજારથી માંડી રૂ.7 હજાર સુધીમાં રેમડેસિવિર ખરીદ કર્યાનો દાવો કર્યો હતો.
ભાસ્કરની ટીમ અલગ અલગ મેડિકલ સ્ટોરે પહોંચી ત્યારે તમામ મેડિકલ સ્ટોરના કર્મચારીઓએ અઠવાડિયાથી રેમડેસિવિર ખલાસ થઇ ગયાનું કહ્યું હતું તેમજ મોટીટાંકી ચોકમાં આવેલા ડિસ્ટ્રિબ્યૂટરને ત્યાં શુક્રવારે કેટલોક જથ્થો આવ્યો હોય ત્યાં સંપર્ક કરવા કહ્યું હતું. ડિસ્ટ્રિબ્યૂટરને ત્યાં પહોંચ્યા તો ત્યાં પણ સ્થિતિ અલગ હતી, મેડિકલ સ્ટોરના સંચાલકોને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને આધારકાર્ડ પર નિયત જથ્થો જ આપવામાં આવતો હતો.
રેમડેસિવિર ઈન્જેક્શનના 4000 ડોઝ રાજકોટને ફાળવાયા : કલેક્ટર
જિલ્લા કલેક્ટર રૈમ્યા મોહને જણાવ્યુ હતુ કે ગુરૂવાર રાત્રીના સમયે જ સરકારે રેમડેસિવીર ઈંજેક્શનના 1000 ડોઝ મોકલવાનો નિર્ણય લીધો હતો અને સવારે પણ બીજા 3000 સહિત કુલ 4000 ડોઝ એફડીસીએ મારફત રાજકોટ આવી રહ્યા છે. જેમાંથી સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓ પૂરતો જથ્થો આવી ગયો છે અને રાત સુધીમાં ખાનગી હોસ્પિટલમાં પણ આવી જશે અને બે ત્રણ મેડિકલ સ્ટોરમાં પણ અપાશે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.