ફાયર વિભાગનું ચેકિંગ:ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ અને NOC જોવા ન મળતા રાજકોટની 3 ખાનગી હોસ્પિટલને આજથી ફક્ત OPD તરીકે ચલાવવા નોટિસ

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેરની સ્પંદન, યશ અને પારિતોષ હોસ્પિટલને નોટિસ ફટકારાઈ

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા 21થી 22 ફેબ્રુઆરી સુધીમાં શહેની 84 હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 3 ખાનગી હોસ્પિટલમાં અપૂરતા સાધનો અને NOC જોવા ન મળતા આજથી ફક્ત ઓપીડી તરીકે હોસ્પિટલ ચલાવવા નોટિસ ફટકારવામાં આવી છે.

ફાયર વિભાગે આરોગ્ય વિભાગને પણ જાણ કરી
શહેરની ત્રણ હોસ્પિટલોમાં કાલાવડ રોડ પર આવેલી સ્પંદન હોસ્પિટલ, વિદ્યાનગર રોડ પર આવેલી યશ હોસ્પિટલ અને આનંદ બંગલો ચોકમાં પારિતોષ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગેના અપૂરતા સાધનો જોવા મળતા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા આજથી હાઈકોર્ટના ઓર્ડર મુજબ હોસ્પિટલમાં દર્દી દાખલ ન કરવા બાબતે નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. તેમજ આ અંગેની રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાને પણ જાણ કરી હતી.

આ રીતે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મળે છે

  • ફાયર વિભાગમાં અરજી આવ્યા બાદ રજૂ કરેલા ડોક્યુમેન્ટની ચકાસણીમાં તમામ ડોક્યુમેન્ટ હોય તો અરજી ઇન્વર્ડ થાય છે.
  • ઇન્વર્ડ થયા બાદ ચીફ ફાયર ઓફિસર પાસે અરજી જાય છે તે સ્ટેશન ઓફિસરને અરજી મોકલે છે
  • સ્ટેશન ઓફિસરને અરજી મળ્યા બાદ તે સ્થળ પર ચેકિંગમાં જાય.
  • કેવા પ્રકારના સાધનો લગાવ્યા છે, ઇમરજન્સી સમયે નિકાલનો રસ્તો છે કે નહીં, પાણીની ક્ષમતા સહિતના મુદ્દાઓનું ચેકિંગ કરે છે.
  • સ્થળ ચેકિંગ બાદ સ્ટેશન ઓફિસર રિપોર્ટ આપે છે કે, ફાયર સર્ટિફિકેટ આપવા યોગ્ય છે કે નહીં
  • જો ફાયર સર્ટિફિકેટ આપવા યોગ્ય હોય તો ફરી ચીફ ફાયર ઓફિસર પાસે ફાઇલ જાય છે. ઓફિસર સર્ટિફિકેટ ટાઇપ કરવા સૂચના આપે છે
  • ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ટાઇપ થયા બાદ અરજદારને ઇસ્યુ થાય છે.
અન્ય સમાચારો પણ છે...