કોરોના ઇફેક્ટ:મજૂરો, મગફળી નહીં મળતા ઓઈલ મિલમાં પિલાણ ઘટ્યું

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફોર્જિંગ,કાસ્ટિંગ ઉદ્યોગની જેમ ઓઇલ મિલમાં પણ પરપ્રાંતીય મજૂરો કામ કરી રહ્યા છે.જેમાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહારના મજૂરોનો સમાવેશ થાય છે. પરપ્રાંતીય મજૂરો પોતાના વતન ચાલ્યા જતા અન્ય ઉદ્યોગોની સાથે ઓઈલ મિલ પણ પ્રભાવિત થઈ છે. મજૂર અને મગફળી નહીં મળવાથી ઓઈલ મિલ અડધો અડધ બંધ હાલતમાં છે અને જેમાં કામકાજ ચાલુ છે તેનું ઉત્પાદન 30 થી 40 ટકા જેટલું રહ્યું છે. સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ સમીર શાહના જણાવ્યાનુસાર સૌરાષ્ટ્રમાં હાલમાં 150 જેટલી મિલ આવેલી છે. જેમાંથી 40-50 મિલ બંધ હાલતમાં છે. મજૂરો નહીં હોવાથી દરેક મિલમાં પિલાણ શક્ય ન બને. મોટાભાગની મિલ અઠવાડિયામાં એકાદ વખત માંડ ખૂલે છે અને તેમાં કામકાજ થાય છે, તો સિંગદાણામાં ડિમાન્ડ નીકળતા મગફળી તેમાં જ ખપી જાય છે. ઓઈલ મિલરો સુધી બહુ ઓછી પહોંચે છે.

સિંગદાણાની ડિમાન્ડ ઈન્ડોનેશિયા, મલેશિયા સહિત અનેક દેશોમાં નીકળી છે, પણ નિકાસકારો વેપાર કરવામાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. મગફળીનું ઉત્પાદન વધારે થયું હોવાથી સસ્તા ભાવે તેલ મળશે તેવી આશા હતી પણ આ આશા ઠગારી નિવડી છે. બુધવારે સિંગતેલ લૂઝમાં 1275 ના ભાવે વેપાર થયા હતા. જેમાં સામાન્ય  ટેન્કરના કામકાજ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...