વીજચોરી:સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLએ 7 મહિનામાં ચોરી કરતા 66,519 કનેક્શનધારકોને કુલ 142 કરોડના બિલ ફટકાર્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • સપ્ટેમ્બર 2021થી માર્ચ 2022 દરમિયાન 5,54,693 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) હેઠળ વીજ લોસીસ ઘટાડવા માટે છેલ્લા સાત માસમાં ઇન્સ્ટોલેશન ચેકિંગની સઘન કામગીરી કરી હતી. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર હેઠળ કોર્પોરેટ ઓફિસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરો અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરોઓની દેખરેખ હેઠળ સપ્ટેમ્બર 2021થી માર્ચ 2022 દરમિયાન 5,54,693 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 66,519 વીજ જોડાણોમાં વીજ ચોરી થયાનું સામે આવતા કુલ 142 કરોડના બિલ ફટકાર્યા છે.

86 કનેક્શનધારકોને 10 લાખથી વધુના બિલ ફટકાર્યા
PGVCLએ છેલ્લા સાત મહિનામા રૂ.10 લાખથી વધુની રકમના 86 વીજચોરી અંગે પુરવણી બિલો આપવામાં આવ્યા છે. જેમાં રૂ.40 લાખથી વધુના 17 પુરવણી બિલો આપવામાં આવ્યા છે. જ્યારે રૂ. 1 લાખથી 10 લાખ સુધીના 1352 વીજચોરી અંગેના પુરવણી બિલો આપવામાં આવ્યા છે. PGVLC હેઠળ વિજીલન્સ વિભાગ તથા સબ ડિવિઝન, ડીવીઝનના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા વીજચોરી ડામવા માટે કામગીરી કરવામાં આવી છે. PGVCL મેનેજમેન્ટ દ્વારા વીજ ચેકિંગની સારી કામગીરી કરતા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરી તેમનો ઉત્સાહ વધાર્યો છે.

વીજચોરી અટકાવવા PGVCLએ નંબર પણ જાહેર કર્યા છે
PGVCL હેઠળ ખાસ કરીને ઇલેક્ટ્રિક નેટવર્કમાંથી સીધા જ વીજજોડાણ લેવા, મીટર સાથે/સીલ સાથે ચેડા કરવા, મીટર ડિસ્પ્લે બાળી નાખવા, મીટરને બાળી નાખવા વગેરે કૃત્યોથી પાવર ચોરી કરવાના કિસ્સાઓ વધુ પ્રમાણમાં જોવા મળ્યા છે. ક્યારેક વીજચોરી કરતા સમયે વીજ અકસ્માત થતા વ્યક્તિને જીવ ગુમાવવાના કિસ્સાઓ પણ બને છે. વીજચોરી અંગેની માહિતી આપવા માટે મોબાઈલ નં. 99252 14022 (રાજકોટ) તથા 0265-2356825 (વડોદરા) પર જાણ કરી શકાય છે. ઉપરાંત PGVCLની સબ ડિવિઝન, ડિવિઝન તેમજ સર્કલ ઓફિસમાં પણ વીજચોરી કરનારની માહિતી આપી શકાય છે. માહિતી આપનારની વિગત ગુપ્ત રાખવામાં આવે છે.