બદલી:કચ્છ હજુયે સજાનો જિલ્લો, મહિલા તબીબને રાજકોટથી ભુજ ફેંકાયા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટના કલેકટરને નહીં ઓળખતા સજા કરાઇ

રાજકોટ સિવિલના ઈમરજન્સી વિભાગમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરની સારવાર કરતા પહેલા કેસ કઢાવવા તેમજ ફોર્મ ભરવાનું કહેનાર ડો. હેમલતાની કચ્છમાં બદલી કરી દેવામાં આવતા સરહદી જિલ્લો હજીય સજાનો જિલ્લો હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.

રાજકોટ મનપાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એ.આર. સિંઘ ગુરૂવાર રાત્રીના સમયે બેડમિન્ટન રમતી વખતે પડી જતાં હાથમાં ફ્રેક્ચર થયું હતું. તેમની સાથે રમી રહેલા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ સહિતના અધિકારીઓએ તાબડતોબ તેમને સિવિલમાં ઈમરજન્સી વિભાગમાં પહોંચાડ્યા હતા. ત્યાં પહોંચીને સારવાર કરવાનું કહેતા ફરજ પર હાજર મહિલા તબીબે સૌથી પહેલા કેસ કઢાવવા તેમજ ફોર્મ ભરવા જેવી વાત કરી બેસી જવા કહ્યું હતું.

કલેક્ટરે પોતાની ઓળખ આપતા મહિલા તબીબ ડો. હેમલતાને પરસેવો વળી ગયો હતો અને સારવાર ચાલુ કરાવી હતી. આ ઘટનાને કારણે કલેક્ટર, નાયબ મ્યુનિસિપલ કમિશનર તેમજ ઈન્કમટેક્સના અધિકારીઓ ચકિત થઇ ગયા હતા કે સિવિલ હોસ્પિટલમાં કેટલો અંધેર વહીવટ ચાલી રહ્યો છે અને જો અધિકારીઓ સાથે આવું વર્તન થાય તો લોકોને તો કેટલું સહન કરવું પડશે. અધિકારીઓએ તુરંત જ અધિક્ષકને જાણ કરી હતી જેથી તુરંત જ આરોગ્ય વિભાગને જાણ કરી ડો. હેમલતાને છેક ભુજના આરોગ્ય કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મુકી દેવાયા હતા. હોસ્પિટલમાં સ્ટાફ તેમજ તબીબોનું વર્તન ઉધ્ધતાઈભર્યું જ હોય છે પણ જ્યારે અધિકારીઓને તેનો અનુભવ થયો ત્યારે લોકોની પીડા સમજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...