તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કળિયુગી શ્રવણનું કૃત્ય:કુપુત્રે કૂપનમાંથી નામ કાઢવાની ધમકી આપી પિતાને માર માર્યો

રાજકોટ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મકાન-દુકાન પચાવી પાડવા કળિયુગી શ્રવણનું કૃત્ય

શહેરના ઢેબર રોડ પર આવેલા ગોપાલનગર-9માં રહેતા રમેશભાઇ મેઘજીભાઇ રાઠોડ નામના વૃદ્ધે તેના પુત્ર ભાવેશ અને પુત્રવધૂ પૂજા સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. વૃદ્ધે નોંધાવેલી ફરિયાદ મુજબ, પોતાનું તેમજ કેન્સરગ્રસ્ત પત્નીનું ગુજરાન ચલાવવા મકાનમાં જ દુકાન બનાવી કોલ્ડ્રીંક્સનો વેપાર કરે છે. નાનો પુત્ર ભાવેશ અને તેની પત્ની પૂજા મકાનના ઉપરના માળે રહે છે. પુત્ર ભાવેશ કોઇ કામધંધો કરતો ન હોય ક્યારેક તે દુકાનમાં બેસી તેના ખર્ચા કાઢે છે. દરમિયાન પુત્ર ભાવેશને મકાન અને દુકાન પડાવી લેવી હોય અવારનવાર પોતાને ગાળો ભાંડી ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપતો રહે છે.

દરમિયાન ગત તા.29ની સવારે પોતે દુકાને હતા. ત્યારે પુત્ર ભાવેશ અને તેની પત્ની પૂજા દુકાનમાં આવ્યા હતા. અને ફરી પોતાને માનસિક રોગી છો કહી દુકાન-મકાન પડાવવાના મુદ્દે ધમકી આપી હતી. બાદમાં પુત્રવધૂએ પોતાને પકડી રાખી પુત્ર ભાવેશે માર મારી કપડાં ફાડી નાંખ્યા હતા. આ સમયે બહેન-બનેવી આવી જતા મામલો થાળે પાડ્યો હતો. બનાવ બાદ પુત્રવધૂએ પોતાને હેરાન કરવા 181 ટીમને ફોન કરી બોલાવી હતી. અવારનવાર પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી કંટાળી પોલીસમાં અરજી કરી હતી. ત્યારબાદ તા.30ની સવારે ફરી પુત્ર ભાવેશ દુકાનમાં ધસી આવી આજે તો તારી સીટી વગાડી જ નાખવી છે અને કૂપનમાંથી નામ કાઢી જ નાખવું છે તેવી ધમકી આપી માર માર્યો હતો.

પુત્રની ધમકીથી ગભરાઇને બીમાર પત્નીને એકલી મૂકી નીકળી ગયો હતો. અગાઉ વિદેશી દારૂના ગુનામાં બે વખત પકડાઇ ચૂકેલો પુત્ર અને પુત્રવધૂ પોતાને મારી નાખવાની ફિરાકમાં હોવાનું પાડોશી મારફતે જાણવા મળતા અંતે ફરિયાદ નોંધાવી છે. ભક્તિનગર પોલીસમથકના એએસઆઇ આર.ડી.વાંકે ગુનો નોંધી દંપતીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

મારામારીનો અન્ય એક બનાવ રામનાથપરા પાસેના કુંભારવાડામાં બન્યો છે. કુંભારવાડા-14માં રહેતી ધારા કલ્પેશભાઇ રાઠોડ નામની યુવતી બુધવારે સવારે પાણી ભરતી હતી. ત્યારે ઉપર જ રહેતા કૌટુંબિક કાકા રોનિતભાઇ અને તેની માતા સરોજબેને પાણી ભરવાના મુદ્દે ઝઘડો કર્યો હતો. મામલો વધુ બિચકતા કાકાએ પાઇપથી, જ્યારે તેમની માતાએ ગાગરથી હુમલો કરી ઇજા પહોંચાડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો