તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:સમાજના આગેવાનોના ગજગ્રાહ વચ્ચે પ્રમુખ તરીકે ફરીથી કુંવરજી બાવળિયાની વરણી,13 રાજ્યોના પ્રતિનિધિએ બહાલીનો ઠરાવ કર્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • આગામી ત્રણ વર્ષ માટે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે કુંવરજી બાવળિયાની નિયુક્ત થયા
  • અગાઉ વિરોધી જુથે કરેલી કાર્યવાહીને ગેર બંધારણીય ઠેરવવામાં આવી

ગુજરાતમાં કોળી સમાજના આગેવાનોના ગજગ્રાહ વચ્ચે ફરીથી અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે કુંવરજી બાવળિયાની વરણી કરવામાં આવી છે. જેમાં 13 રાજ્યોના પ્રતિનિધિએ કુંવરજી બાવળિયાનો પ્રમુખ તરીકે બહાલીનો ઠરાવ કર્યો હતો. આ સમગ્ર ઘટના ક્રમમાં રવિવારે 17 રાજ્યોના કોળી અગ્રણીઓની સામાન્ય સભા મળી હતી. જેમાં આગામી ત્રણ વર્ષ માટે કુંવરજી બાવળિયાની કોળી સમાજના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અને અગાઉ વિરોધી જુથે કરેલી કાર્યવાહીને ગેર બંધારણીય ઠેરવવામાં આવી હતી.

અજીત પટેલ અને બાવળિયા વચ્ચે શાબ્દિક જંગ
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે અખિલ ભારતીય કોળી સમાજના નવનિયુક્ત પ્રમુખની નિમણૂક બાદ આગેવાનો વચ્ચે ગજગ્રાહ વકર્યો હતો. જેમાં કોળી સમાજના નવા વરાયેલા પ્રમુખ અજીત પટેલ અને રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા વચ્ચે શાબ્દિક જંગ શરૂ થયો હતો. એ સમયે કુંવરજીભાઈ વિડ્યો વાઇરલ કરીને પોતાના મંતવ્યો જણાવ્યા હતા.

કુંવરજી બાવળિયા ( ડાબી તરફ) અને અજીત પટેલ ( જમણી તરફ)
કુંવરજી બાવળિયા ( ડાબી તરફ) અને અજીત પટેલ ( જમણી તરફ)

કેબિનેટ મંત્રી તરીકે મારા શિરે ત્રણ વિભાગની જવાબદારી છે
કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી 2017માં દેશના જુદા જુદા 17 રાજ્યના પ્રતિનિધિ તરફથી સર્વસંમિતથી સોંપી હતી. 2020માં મારા કાર્યકાળના 3 વર્ષ પૂર્ણ થતા અને આ સમય દરમિયાન કોરોનાની પરિસ્થિતિ ધ્યાનમાં લઇ 1 વર્ષ માટે મને વિશેષ એક્સટેન્શન આપી જવાબદારી આપવામાં આવી હતી. પરંતુ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તરીકેની અને સાથે ત્રણ પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૌ નિર્માણ વિભાગ મહત્વના છે અને મારા શિરે છે.

કેવો ગજગ્રાહ થશે તે જોવાનું રહ્યું
કુંવરજી બાવળિયાના આ નિવેદન બાદ અજીત પટેલે આક્ષેપ કરતા કહ્યું હતુ કે, બાવળિયાને કારણે કોળી સમાજને નુકસાન થયું છે. બાવળિયાના પ્રધાન પદે રહેવાથી કોળી સમાજને જોઈએ તેવો ફાયદો નથી થયો. જો કે અજીત પટેલના આક્ષેપનો બાવળિયાએ ફગાવી દીધા હતા. અને કહ્યું હતું કે,સમાજના સભ્ય પણ ન હોય તેવા વ્યક્તિને પ્રમુખ બનાવ્યા છે. અજમેરમાં મળેલી બેઠક જ સમાજના બંધારણથી વિપરીત હતી. કુંવરજી બાવળિયાએ કહ્યું કે મારી સામે આક્ષેપો કરવા વાળાનું કોઈ અસ્તિત્વ જ નથી. સમાજના નવનિયુક્ત પ્રમુખ ખોટા નિવેદનો કરીને સમાજના ભાગલા પાડી રહ્યાં છે. પરંતુ હવે ફરીથી અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે ફરીથી કુંવરજી બાવળિયાની વરણી કરાઈ છે. ત્યારે કોળી સમાજના આગેવાનો વચ્ચે કેવો ગજગ્રાહ થશે તે જોવાનું રહ્યું

અન્ય સમાચારો પણ છે...