પાણી પુરવઠા મંત્રીનો દાવો:કુંવરજી બાવળિયાએ કહ્યું- રાજકોટ જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના હેઠળ લક્ષ્યાંક પહેલા જ 100% નળજોડાણની કામગીરી પૂર્ણ

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની ફાઈલ તસવીર. - Divya Bhaskar
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની ફાઈલ તસવીર.

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વિધાનસભામાં રાજકોટ જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત કરાયેલી કામગીરીની માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ‘નલ સે જલ’ અંતર્ગત નિર્ધારિત લક્ષ્યાંક પહેલા જ 100 ટકા નળજોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

માર્ચ 2022ના અંતમાં 100% નળજોડાણ થયું
બાવળિયાએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગષ્ટ 2019ના રોજ ‘જલ જીવન મિશન’ હેઠળ ‘હર ઘર જલ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત દેશના તમામ નાગરિકોને વર્ષ 2024 સુધીમાં ઘરે ઘરે શુદ્ધ પીવાલાયક પાણી ઉપલબ્ધ કરાવવાનું નક્કી કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતથી પાંચ વર્ષ સુધીમાં જિલ્લાના તમામ ઘરોમાં નળ જોડાણના નિર્ધારિત લક્ષ્યાંકની સામે જિલ્લામાં માર્ચ 2022ના અંતમાં જ 100 ટકા નળ જોડાણનો લક્ષ્યાંક સિદ્ઘ કરાયો છે.

પેયજળ વ્યવસ્થા માટે 168 યોજના મંજૂર
વધુ વિગતો રજૂ કરતાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ગામોમાં આંતરિક પેયજળ વ્યવસ્થા માટે 168 યોજના મંજૂર કરી રૂ.5448 લાખથી વધુના ખર્ચે જિલ્લાના તમામ 3,22,732 ઘરોમાં નળ જોડાણની કામગીરી પૂર્ણ કરી છે. રાજકોટના ધોરાજીમાં 2, ગોંડલમાં 28, લોધિકામાં 3, વીંછિયામાં 19, જામકંડોરણામાં 7, જસદણમાં 36, જેતપુરમાં 4, કોટડાસાંગાણીમાં 16, પડધરીમાં 5, રાજકોટમાં 42 અને ઉપલેટામાં 6 એમ કુલ 168 યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી.

3,22,732 ઘરોમાં નળ જોડાણની કામગીરી પૂર્ણ
ઉલ્લેખનીય છે કે, યોજનાની શરૂઆતમાં નળ જોડાણ ધરાવતા ઘરોની સંખ્યા માત્ર 2.96 લાખ હતી. જેની સામે માર્ચ 2022 સુધીમાં જિલ્લાના તમામ 3,22,732 ઘરોમાં નળ જોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...