તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Kotharia Solvent In Rajkot Gave Birth To A Premature Baby In 108, Saved The Life By Giving Oxygen To The Baby Through 'Blow By Method'

ઈમર્જન્સી સેવા:રાજકોટના કોઠારિયા સોલવન્ટ પાસે 108માં અધૂરા માસે પ્રસૂતિ, બાળકને ‘બ્લો બાય મેથડ’થી ઓક્સિજન આપી જીવ બચાવ્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાઇ. - Divya Bhaskar
એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાઇ.
  • ઓક્સિજન માસ્ક પહેરાવવું શક્ય ન હોવાથી નાક પાસે હથેળીમાં ઓક્સિજનની લાઈન રાખી પ્રાણવાયુ અપાયો

ઈમર્જન્સી સેવા 108 ઘણા લોકો માટે જીવન બચાવનારી સાબિત થઈ છે અને તેનો વધુ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે જેમાં અધૂરા માસે જન્મેલા નવજાતને ઓક્સિજન આપી જીવ બચાવાયો છે.

કોઠારિયા સોલવન્ટ પાસે 20 વર્ષીય મહિલાને આઠમા માસે પ્રસૂતિની પીડા ઉપડતા 108ને ફોન કર્યો હતો. 108 એમ્બ્યુલન્સ થોડી જ વારમાં ત્યાં પહોંચી હતી અને મહિલાને લઈને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. જોકે ત્યાં સુધી જવાનો સમય ન હોવાથી રસ્તામાં જ એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરવા નિર્ણય કરતા તબીબોના માર્ગદર્શન હેઠળ ઈએમટી રાજુ બાંભણિયાએ પ્રસૂતિ કરાવી હતી. બાળક અધૂરા માસે જન્મ્યું હતું અને શરીરનો અમુકભાગ વાદળી પડી ગયો હતો જે ઓક્સિજનની અછત દર્શાવતો હતો. તબીબના માર્ગદર્શન હેઠળ બાળક પહેલો શ્વાસ લઈ શકે તે માટે નળી ક્લિયર કરી હતી અને બ્લો બાય મેથડ વડે શ્વાચ્છોશ્વાસની સારવાર કરી બાળકનો જીવ બચાવી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

આ મેથડ અંગે 108ના ઈમર્જન્સી એક્ઝિક્યુટિવ વિરલ ભટ્ટે જણાવ્યું હતું કે, નવજાત બાળકને ઓક્સિજનની ઘટ પૂરી પાડવા સીધું જ ઓક્સિજન માસ્ક પર રાખી ન શકાય. તેના માટે ખાસ પદ્ધત્તિ બ્લૉ બાય મેથડ વાપરી ઓક્સિજન પૂરો પડાય છે. જેમાં ઓક્સિજનની નળી એક હાથની બે આંગળી વચ્ચે રાખી બંને હાથની હથેળી વડે ખોબો બનાવી તેને બાળકના નાક પાસે થોડી સેકન્ડ માટે સાઇક્લિંક મેથડમાં નજીક-દૂર કરાય છે. બાળકને બાહ્ય ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો રહે તે રીતે આ કામગીરી ખૂબ જ સાવધાનીપૂર્વક કરવી પડે છે. રાજુ બાંભણિયા ક્રિટિકલ ડિલિવરી વિશે જણાવે છે કે, અનેક મહિલાઓની ડિલિવરી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કરવી પડે છે. બાળકની પ્રસૂતિ સમયે બાળકને ઇન્ફેક્શનથી બચાવવા, નાળ ગળામાં વીંટળાઈ ગયેલી હોવાના કિસ્સામાં તેમજ એબ્નોર્મલ ડિલિવરીમાં ખૂબ સાવધાની રાખી બાળક તેમજ તેની માતાને બચાવવાની કપરી કામગીરી કરવાની હોય છે.

અન્ય સમાચારો પણ છે...