• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Kotdasangani's Vachpari Dam Pipeline Should Be Approved And Narmada Nir Should Be Poured Into The Dam: MLA Lakhabhai Sagthia

CMને પત્ર:કોટડાસાંગાણીના વાછપરી ડેમમાં સૌની યોજનાની પાઈપલાઈન મંજુર કરી ડેમમાં નર્મદા નીર ઠાલવવામાં આવે : ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની ફાઈલ તસ્વીર
  • રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ CM ભુપેન્દ્ર પટેલને ડેમ ભરી આપવા લેખિતમાં રજુઆત કરી

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વિસ્તારોમાં સૌની યોજના મારફત નર્મદા નીર પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી તેમના મત વિસ્તાર અંતર્ગત આવતા કોટડાસાંગાણીના વાછપરી ડેમ ખાતે પાઈપલાઈન નાખી નર્મદા નીર આપી ડેમ ભરી આપવા લેખિત રજુઆત કરી છે.

સૌની યોજના લિંક 3 પેકેજ 8 ભાદર 2 ફીડર લાઈન
રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખા સાગઠીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી કોટડાસાંગાણી તાલુકાનો વાછપરી ડેમ સૌની યોજના મારફત ભરવા લેખિત રજુઆત કરી છે. આ માટે ધારાસભ્યએ પત્રમાં ઉલ્લેખ કરી જણાવ્યું છે કે, કોટડાસાંગાણી તાલુકામાં વાછપરી ડેમ આવેલ છે જે ડેમથી માત્ર 2.5 કિલોમીટરના અંતરે થી સૌની યોજના લિંક 3 પેકેજ 8 ભાદર 2 ફીડર લાઈન આવેલ છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં એક માત્ર વાછપરી ડેમ બાકી રહી જતો હોવાથી 2.5 કિમિ ના અંતરે પાઈપલાઈન મંજુર કરી નર્મદા નીર આપવામાં આવે તેવી મુખ્ય માંગ છે.

5 થી 7 ગામોને સીધી રીતે ફાયદો થઇ શકે તેમ છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોટડાસાંગાણી ગામ વસ્તીની દ્રષ્ટિએ મોટું ગામ છે ત્યારે ઉનાળા ઋતુ દરમિયાન લોકોને પાણીની સમસ્યા ન ઉદભવે અને પૂરતું પાણી મળી રહે તે માટે પાઈપલાઈન મંજુર કરી વાછપરી ડેમમાં નર્મદા નીર ઠાલવવામાં આવે તેવી ગામલોકોની મુખ્ય માંગ અને રજૂઆત મારા સુધી પહોંચેલ છે. એટલું જ નહિ આ પાઈપલાઈન મારફત ડેમ ભરવાથી આસપાસના સોળિયા , ખરેડા , હડમતાળા સહીત 5 થી 7 ગામોને સીધી રીતે ફાયદો થઇ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...