તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે ગ્રામ્યમાં સંક્રમણ વધ્યું:તા.-જિ. પંચાયતની ચૂંટણી બાદ રાજકોટના ગામડામાં કોરોના વકર્યો, 11 દિવસમાં 453 કેસ, સૌથી વધુ જસદણ અને ધોરાજીમાં નોંધાયા

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટ ગ્રામ્યમાં કોવિડ હોસ્પિટલો ફૂલ થવા લાગી (ફાઇલ તસવીર).
  • ધોરાજી સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટેનો ઈમરજન્સી વોર્ડ ફૂલ
  • ધોરાજીમાં સૌથી વધુ કેસ નોંધાતા તૈલી હોટલ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ શહેરી વિસ્તારમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. જેમાં ચૂંટણી અને બાદમાં હોળી-ધુળેટીના પર્વ પછી એકાએક કોરોના પિક પોઇન્ટ પર નોંધાયો છે. શહેરી વિસ્તાર બાદ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પછી ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાની એન્ટ્રી જોવા મળી રહી છે. રાજકોટ ગ્રામ્યમાં 4 મહિના બાદ સૌથી વધુ 64 કેસ ગઇકાલે નોંધાયા હતા. અને છેલ્લા 11 દિવસમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતાવાર સરકારી આંક મુજબ 453 પર પહોંચ્યો છે. જેમાં સૌથી વધુ કેસ જસદણ અને ધોરાજી તાલુકામાં નોંધાયા છે.

રાજકોટ ગ્રામ્યમાં કુલ કેસની સંખ્યા 7861 પર પહોંચી
1 ડિસેમ્બર 2020ના રોજ રાજકોટ જિલ્લામાં 66 કેસ નોંધાયા હતા. ત્યારબાદ સ્થિતી કાબૂમાં હતી. પરંતુ આજે ફરી માથું ઉચકતા ગઇકાલે છેલ્લા 24 કલાકમાં 4 મહિનાના સૌથી વધુ 64 કેસ નોંધાતા જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7861 પહોંચી છે. જે પૈકી એક્ટિવ કેસની સંખ્યા 295 છે. હાલમાં એક્ટિવ કેસ 295 પૈકી 79 દર્દી સિવિલ હોસ્પિટલમાં, 95 દર્દી કોવિડ કેર સેન્ટરમાં અને 121 દર્દી હોમ આઇસોલેટ રહી સારવાર લઇ રહ્યાં છે. રાજકોટ ગ્રામ્યમાં સૌથી વધુ પોઝિટિવ કેસ ધોરાજી, જસદણ, વીંછિયા અને ગોંડલ વિસ્તારમાંથી નોંધાઇ રહ્યાં છે. જેમાં સૌથી વધુ ગંભીર પરિસ્થિતી ધોરાજી વિસ્તારની માનવામાં આવી રહી છે.

ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટિંગની કામગીરી વધારાશે (ફાઇલ તસવીર)
ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટિંગની કામગીરી વધારાશે (ફાઇલ તસવીર)

ધોરાજી સરકારી હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી
ધોરાજી સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂર ધરાવતા દર્દીઓ માટેના ઈમરજન્સી વોર્ડમાં 40 બેડમાં ફૂલ થઇ ગયા છે. જ્યારે સ્ટેશન રોડ ઉપર ખાનગી હોસ્પિટલમાં તમામ બેડ ફૂલ થઇ જવાથી તાત્કાલિક અસરથી ધોરાજીના જુનાગઢ રોડ પર ખાનગી હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી છે. હાલ સરકારી હોસ્પિટલમાં 70 બેડની વ્યવસ્થા છે તેમાંથી 40 બેડ પર દર્દી દાખલ છે અને 30 બેડની જગ્યા ખાલી છે. ધોરાજી હોસ્પિટલ ખાતે ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, જેતપુર તાલુકાના કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે. જે ટૂંક સમયમાં ફૂલ થઈ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

રાજકોટના ગામડામાં કેસ વધવા લાગ્યા (ફાઇલ તસવીર).
રાજકોટના ગામડામાં કેસ વધવા લાગ્યા (ફાઇલ તસવીર).

વીરનગરમાં 100 બેડની હોસ્પિટલનું કામ શરૂ
રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધતા તંત્ર દ્વારા ગોંડલ, ધોરાજી, જેતપુરમાં 100 બેડવાળી પ્રાઇવેટ હોસ્પિટલ આગામી એકથી બે દિવસમાં શરૂ કરવા તૈયારી દાખવી છે. ધોરાજીમાં સૌથી વધુ કેસ નોંધાતા તૈલી હોટલ ખાતે CCC (કોવિડ કેર સેન્ટર) શરૂ કરી દેવામાં આવ્યું છે તેમજ વીરનગરમાં 100 બેડની હોસ્પિટલમાં ઓક્સિજન લાઇન નાંખવાનું કામ શરૂ કર્યુ છે જેનો પણ ઉપયોગ ખૂબ જલ્દી કરી શકાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

છેલ્લા 11 દિવસમાં ગ્રામ્યમાં નોંધાયેલા પોઝિટિવ કેસની સંખ્યા

તારીખકેસ
27 માર્ચ27
28 માર્ચ38
29 માર્ચ44
30 માર્ચ43
31 માર્ચ36
1 એપ્રિલ44
2 એપ્રિલ45
3 એપ્રિલ41
4 એપ્રિલ43
5 એપ્રિલ28
6 એપ્રિલ64
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો