તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહસ્ય:દિવાળીની રજા માણવા વતન કોડીનાર આવી રહેલા CRPFના કોબરા કમાન્ડોનો મૃતદેહ મધ્યપ્રદેશમાં રેલવે ટ્રેક પરથી મળ્યો, સામાન મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળ્યો

કોડીનાર5 મહિનો પહેલા
મધ્યપ્રદેશમાં રેલવે ટ્રેક પરથી કોડીનારના આર્મીમેન અજીતસિંહ પરમારનો મૃતદેહ મળ્યો (ફાઈલ તસવીર) - Divya Bhaskar
મધ્યપ્રદેશમાં રેલવે ટ્રેક પરથી કોડીનારના આર્મીમેન અજીતસિંહ પરમારનો મૃતદેહ મળ્યો (ફાઈલ તસવીર)
  • કમાન્ડો ત્રણ દિવસથી ટ્રેનમાં ગુમ હોવાથી પરિવાર ચિંતાતુર બન્યો હતો
  • બિહાર રેજીમેન્ટ 5માં CRPF કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં રહેતા અને બિહાર રેજીમેન્ટ 5માં CRPFમાં કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અજીતસિંહ પરમારનો મૃતહેદ મધ્યપ્રદેશના હાલોત રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો છે. અજીતસિંહ છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતા. આથી આ અંગે તેમના પરિવારજન યશપાલસિંહ બારડે રેલવે મંત્રી પિયુષ ગોયલને ટ્વીટ કર્યું હતું કે અજીતસિંહ પરમાર દિલ્હી-બરોડા રાજધાની ટ્રેન નં, 02952માંથી ગુમ થઈ ગયા છે. અજીતસિંહ દિવાળીની રજા માણવા માટે ટ્રેનમાં વતન કોડીનાર આવી રહ્યા હતા. અજીતસિંહનું મૃત્યુ કંઈ રીતે થયું તે જાણી શકાયું નથી. અજીતસિંહનો સામાન મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળ્યો હતો.

અજીતસિંહ પરમારનો સામાન મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો
કોડીનારમાં રહેતા અજીતસિંહ ટ્રેનમાંથી ગુમ થઈ જતા તેમનો પરિવાર ચિંતાતુર બન્યો હતો. જો કે, તેમનો સામાન મુંબઈ રેલવે સ્ટેશન પરથઈ મળી આવ્યો હતો. પરંતુ અજીતસિંહ મળી ન આવતા પરિવારજનોએ રેલવે મંત્રીને ટ્વીટ કરી જાણ કરી હતી. આજે તેમનો મૃતદેહ મધ્યપ્રદેશના હાલોત રેલવે ટ્રેક પરથી મળી આવતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. અજીતસિંહનો સામાન વડોદરા રેલવે સ્ટેશન પરથી મળી આવવાને બદલે મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો હતો.

અજીતસિંહે છેલ્લે તેમની મંગેતર સાથે વાત કરી હતી
12 નવેમ્બરના રોજ અજીતસિંહ બિહાર રેજીમેન્ટમાંથી રજા લઈને કોડીનાર આવી રહ્યા હતા. બાદમાં 13 નવેમ્બરે રાતે 11 વાગ્યે અજિતસિંહે તેમની મંગેતર હીનાબેન સાથે ફોનમાં વાત કરી કહ્યું હતું કે, હવે મને નિંદર આવે અને સવારે 4 વાગ્યે વડોદરા પહોંચીને ફોન કરીશ. પરંતુ સવારે કોઈ ફોન આવ્યો નહોતો. આથી હીનાબેને સવારે 8.54 વાગ્યે ફોન કર્યો તો કોઈ વાત થઈ નહીં. આથી મુંબઈ રેલવે સ્ટેશન પરથી અજીતસિંહનો સામાન મળ્યો પણ અજીતસિંહ સાથે નહોતા.

ટ્રેનમાંથી પડી જતા મૃત્યુ થયાની ચર્ચા
અજીતસિંહ ટ્રેનમાંથી પડી જતા તેમને ગંભીર ઈજા પહોંચી હોવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ થયાની ચર્ચા થઈ રહી છે. જો કે, આ અંગે પોલીસ તપાસ બાદ જ મૃત્યુની સાચી હકીકત બહાર આવશે. અજીતસિંહ પરમારનો ફોન પણ લાગતો ન હોવાથી પરિવાર ચિંતાતુર બન્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો