ટૂર્નામેન્ટ:રાજ્યની 28 ફૂટબોલ ટીમ વચ્ચે કાલથી નોકઆઉટ જંગ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના નેજા હેઠળ રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનની યજમાનીમાં આ ટૂર્નામેન્ટનો મંગળવારથી પ્રારંભ થઇ રહ્યો છે. રેસકોર્સ ફૂટબોલ ગ્રાઉન્ડ અને રેલવે ફૂટબોલ ગ્રાઉન્ડ પર દસ દિવસ ચાલનારી આ ટૂર્નામેન્ટમાં રાજ્યની 28 ટીમ ભાગ લઇ રહી છે. તમામ ટીમોને નવ ગ્રૂપમાં રાખી તા.5થી તા.8 સુધી લીગ રાઉન્ડ રમાશે.

બાદમાં નવેય ગ્રૂપમાં પ્રથમ સ્થાને આવેલી ટીમો વચ્ચે તા.9થી તા.12 વચ્ચે મુકાબલો થશે. ત્યાર બાદ તા.13ના સેમિફાઇનલ અને તા.14ના ફાઇનલ જંગ રમાશે. બે વર્ષ પૂર્વે રમાયેલી ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટૂર્નામેન્ટમાં અમદાવાદ ચેમ્પિયન અને જૂનાગઢની ટીમ રનર અપ થઇ હતી. ટૂર્નામેન્ટ દરમિયાન સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ચુનંદા 30 ખેલાડીઓની પસંદગી કરશે. જેમાંથી રાજ્યની ટીમ તૈયાર કરી આગામી સંતોષ ટ્રોફીમાં પસંદગી પામેલા ખેલાડીઓ રાજ્યની ટીમનું પ્રતિનિધિત્વ કરશે.

મંગળવારે રેસકોર્સના મેદાન પર સવારે 9.30ના પ્રથમ મેચ રાજકોટ-જામનગર, 11.30ના બરોડા-ભરૂચ, 2.00ના દેવભૂમિ દ્વારકા-નર્મદા અને 4.00 વાગ્યે ગાંધીનગર-અમરેલી વચ્ચે મેચ રમાશે. જ્યારે રેલવે ગ્રાઉન્ડ પર 9.30ના નવસારી-સુરેન્દ્રનગર, 11.30ના ભાવનગર-મહીસાગર, 2.00 વાગ્યે મેચ રમાશે.

અન્ય સમાચારો પણ છે...