તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:જામનગર રોડ પર તોપખાનામાં બે યુવક પર છરીથી હુમલો, નાણાવટી ચોકમાં યુવક પર પાઇપથી હુમલો

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગર રોડ પરના તોપખાનામાં બે યુવક પર અજાણ્યા શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો, તેમજ નાણાવટી ચોક પાસે યુવક પર પાઇપથી હુમલો થયો હતો.બજરંગવાડીમાં રહેતો એઝાઝ ઉર્ફે પોપટ ઇકબાલ ચાવડા (ઉ.વ.20) અને મનીષ જયંતીભાઇ વાઘેલા (ઉ.વ.18) શનિવારે રાત્રે 1 વાગ્યે તોપખાના વિસ્તારમાં હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી એઝાઝને છાતીમાં અને મનીષને પગમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો, બે યુવક પર છરીથી હુમલો કરી હુમલાખોરો નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલાં બંને યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસ દોડી ગઇ હતી અને કાર્યવાહી કરી હતી.

અન્ય બનાવમાં રૈયારોડ પરના અંબિકાપાર્કમાં રહેતો ધર્મેશ સવાભાઇ મિયાત્રા (ઉ.વ.36) શનિવારે રાત્રે 2 વાગ્યે બાઇક ચલાવીને રૈયાચોકડીથી નાણાવટી ચોક તરફ જતો હતો ત્યારે સાર્દુર ભરવાડ, તેના બે પુત્ર, ભત્રીજા અને અજાણ્યા શખ્સોએ બાઇક અટકાવી ઝઘડો કરી ધર્મેશ પર પાઇપથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા ધર્મેશ મિયાત્રાને હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો