રાજકોટવાસીઓમાં ઉતરાયણની ઉજવણી માટે અભૂતપૂર્વ ઉત્સાહ-ઉમંગ દેખાયા છે. છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો ઉમટયા હોય તેમ પતંગબજાર બની ગયેલા સદર તથા શહેરના દરેક વિસ્તારોમાં ખુલ્લી ગયેલી પતંગ-દોરાની દુકાનો-થડાઓમાં ચિકકાર ભીડ જામી હતી. સદરમાં તો વ્યવસ્થા જાળવવા જાળવવા માટે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવાની ફરજ પડી હતી. પતંગ-દોરામાં આ વખતે ભાવવધારો હોવા છતાં લોકોને કોઇ ફેર ન હોય તેમ ઉત્સાહપૂર્ણ ઉજવણીનો માહોલ જામ્યો હતો.
મકરસંક્રાંતિમાં વિકએન્ડ હોવાથી ઉમંગ બેવડાયો
વેપારીઓના કહેવા પ્રમાણે મકરસંક્રાંતિમાં વિકએન્ડનો સંયોગ હોવાથી ઉમંગ બેવડાયો છે. શનિ-રવિ એમ બે દિવસ લોકો પતંગ પર્વ ઉજવે તેવી શકયતા છે. પતંગમાં આ વખતે વડાપ્રધાન મોદીની તસ્વીરો ઉપરાંત કાર્ટુન કેરેકટર વગેરેની બોલબાલા રહી છે. પતંગ-દોરાની સાથોસાથ ચશ્મા, જુદા જુદા અવાજ કરતા પરંપરાગત પીપૂડા, અવનવી ટોપી, ફેસ માસ્ક વગેરેનું આકર્ષણ પણ યથાવત છે. મુખ્યત્વે ઉતરાયણ વખતે જ દેખાતી આ ચીજોની મોટી ખરીદી છે. શહેરભરમાં ફેરીયાઓ વેચાણ માટે ઉમટયા છે. પતંગ પર્વ આનંદ-ઉત્સાહથી ઉજવવાનો માહોલ સાબીત થઇ જાય છે.
કુશળ કારીગરોએ દર વર્ષે રોજીરોટી મેળવે
રાજકોટમાં છેલ્લા ઘણા દિવસોથી વિવિધ સ્થળોએ કુશળ કારીગરો પતંગ ઉડાવવા માટેની દોરીને ધારદાર માંજો પાવા સાથે પાકા દોરાની ફીરકી તૈયાર કરી રહ્યા છે. વર્તમાન મોંઘવારીને ધ્યાને લઇ આ વર્ષે કારીગરોએ દોરી પીવડાવવાના ભાવમાં વધારો કર્યો છે. રાજકોટમાં દોરીને માંજો પીવડાવી અનેક પરપ્રાંતીય કુશળ કારીગરોએ દર વર્ષે રોજીરોટી મેળવે છે. આ વર્ષે આગામી ઉત્તરાયણ તહેવાર પહેલા વિવિધ સ્થળોએ લાકડાના સ્થંભ અને પોલ સાથે દોરીને માંજો પીવડાવવા દિવસભર શ્રમ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.