સરકારના નિર્ણયનો વિરોધ:લાભ પાંચમના બદલે નવરાત્રીથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માંગ, રાજકોટ કિસાન સંઘના પ્રમુખે કહ્યું ખેડૂતોનો માલ વેંચાય પછી ખરીદીનો શું ફાયદો?

રાજકોટએક વર્ષ પહેલા
મગફળી મુદ્દે કિસાન સંધનો વિરોધ - Divya Bhaskar
મગફળી મુદ્દે કિસાન સંધનો વિરોધ
  • સરકાના આ નિર્ણયથી ખેડૂતોને ખોટ સહન કરવી પડશે: રાજકોટ કિસાન સંઘના પ્રમુખ

આગામી લાભ પાંચમથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાશે. જેનો રાજકોટ કિસાન સંઘે વિરોધ કર્યો છે. કિસાન સંઘનું કહેવું છે કે લાભ પાંચમના બદલે નવરાત્રીથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે. ખેડૂતોનો માલ વેંચાય જાય પછી શું ખેડૂતોને ફાયદો થાય? મહત્વનું છે કે કેબિનેટ બેઠક બાદ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, આ વખતે સરકાર દ્વારા 1055ના પ્રતિ મણના ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.

સરકારની આ નીતિ ખેડૂતોને ગુમરાહ કરી રહી છે: દિલીપ સખીયા
કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ખેડૂતોનો માલ વેંચાય જાય પછી ખરીદી કરવાનો શું ફાયદો, સરકારના આ નિર્ણયથી મોટાભાગના ખેડૂતોને ખોટ સહન કરવી પડશે. સરકારની આ નીતિ ખેડૂતોને ગુમરાહ કરી રહી છે. જેથી અમારી માંગણી છે કે સરકાર લાભ પાંચમના બદલે નવરાત્રીથી મગફળીની ખરીદી કરવા લાગે.

ટૂંક સમયમાં ખરીદી માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ થશે
મહત્વનું છે કે રાજ્યના માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદી કરવામાં આવશે. કોરોનાની ગાઇડલાઇન સાથે મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે. ટૂંક સમયમાં મગફળી ખરીદી માટેની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરાશે અને સેન્ટરો અંગે પણ ખેડૂતોને જાણ કરવામાં આવશે.