તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ સ્ટેશન માથે લીધું:રાજકોટમાં કિન્નરોએ પોલીસ સ્ટેશન ખાતે નિર્વસ્ત્ર થઈને મચાવ્યો હંગામો, ટ્રાન્સજેન્ડર મહિલાને પ્રોટેક્શન મળતા રોષ દર્શાવ્યો

રાજકોટ2 મહિનો પહેલા
સર્વત્ર કિન્નરો પર આક્ષેપો થતા કિન્નરોએ આ દેખાવ કર્યા હતા.
  • ટ્રાન્સજેન્ડર મહિલાને પોલીસ રક્ષણ ન આપી તેને રાજકોટ બહાર ધકેલવા કિન્નરોની માંગ
  • કિન્નરો રોષ ઠાલવવામાં બેફામ બન્યા હતા
  • ટ્રાન્સજેન્ડર પર કિન્નરોના ગુરૂ વિશે એલાફેલ બોલવાનો આરોપ લગાવ્યો
  • 4 દી’ પૂર્વે ટ્રાન્સવુમનનું અપહરણ કરી કિન્નરોએ વીડિયો ઉતારી વહેતો કર્યો’તો
  • શનિવારે ફરીથી કિન્નરો ઘરે પહોંચ્યા, પોલીસ કિન્નરો અને ટ્રાન્સજેન્ડરને લઇ ગઇ તો ત્યાં માહોલ તંગ થયો

શહેરના ગોકુલધામ પાસેની ડાલીબાઇ આવાસ યોજના ક્વાર્ટર્સમાં રહેતી ટ્રાન્સવુમનનું ચાર દિવસ પહેલા અપહરણ કર્યા બાદ કિન્નરોએ તેનો વીડિયો ઉતારી વહેતો કર્યો હતો, આ મુદ્દે ચાલતા વિવાદમાં શનિવારે કિન્નરો ફરીથી ટ્રાન્સવુમનના ઘરે પહોંચ્યા હતા, અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જયાં કિન્નરોએ કપડાં ઉતારી સૂત્રોચ્ચાર કરતા માહોલ તંગ થયો હતો.

ડાલીબાઇ આવાસ ક્વાર્ટર્સમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના મેહુલ ઉર્ફે પાયલ રાઠોડ (ઉ.વ.21) ચાર દિવસ પહેલા પોતાના ઘરે હતો ત્યારે રિક્ષાચાલક તેનું અપહરણ કરી ગયો હતો અને ગોંડલ રોડ પર સૂર્યકાંત હોટેલ નજીક લઇ ગયો હતો, ત્યાં અગાઉથી હાજર કિન્નરોએ પાયલ રાઠોડને મારકૂટ કરી તેનું ગુપ્તાંગ દર્શાવતો વીડિયો ઉતારી લીધો હતો અને વહેતો કર્યો હતો. એ સમયે પણ એ.ડિવિઝન પોલીસ સ્ટેશને મામલો પહોંચ્યો હતો પરંતુ બંને પક્ષે સમાધાન થઇ ગયું હતું. શનિવારે સવારે આઠ-દશ કિન્નરો પાયલ રાઠોડના ઘરે પહોંચ્યા હતા, ફોન પર કિન્નરોએ ધમકી આપી હોવાથી પાયલે બારણું ખોલ્યું નહોતું અને ફોન કરતાં માલવિયાનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી.

પાયલ સ્ત્રીઓના કપડાં પહેરી નાટક કરતી હોવાનો કિન્નરોનો આક્ષેપ
કિન્નરોએ આક્ષેપ કર્યો હતો કે, પાયલ રાઠોડ પુરુષ હોવા છતાં સ્ત્રીઓના કપડાં પહેરી કિન્નર હોવાનો સ્વાંગ રચી ઉઘરાણા કરે છે, પાયલને રાજકોટ બહાર ધકેલી દેવાની માંગ કરી કિન્નરોએ સૂત્રોચ્ચાર શરૂ કરી કપડાં ઉતારી નાખ્યા હતા. બીજીબાજુ પાયલ રાઠોડે કહ્યું હતું કે, પોતે ટ્રાન્સવુમન છે, પેઇન્ટિંગ કરી ગુજરાન ચલાવે છે, કિન્નરોના ગુરુનું પોતે અમપાન કર્યું નહીં હોવા છતાં તેની માફી માગવાની જીદ કરી તેને મારકૂટ કરવામાં આવી હતી અને જ્ઞાતિ અંગે પણ હડધૂત કરવામાં આવી હતી.

તાલીઓ પાડી ધમાલ મચાવતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં
તાલીઓ પાડી ધમાલ મચાવતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં

અપશબ્દો કહીને તેનો વિડીયો ઉતારી, વાયરલ કર્યો હતો
રાજકોટમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી પાયલ નામની ટ્રાન્સવુમન પર લોધાવડ ચોક પાસે યુવતીના વસ્ત્રો પહેરીને ઉભી હતી ત્યારે શહેરમાં રહેતા કેટલાક કિન્નરોએ તેના પર નકલી કિન્નર હોવાના આક્ષેપો સાથે પાયલનું અપહરણ કર્યું હતું. પાયલને ગોંધી રાખી બેરહેમીથી ઢોરમાર માર્યો હતો, આટલેથી ન અટકયું હોય તેમ આ ટ્રાન્સવુમનને કિન્નરો દ્વારા જાહેરમાં તેને અર્ધ નગ્ન કરવામાં આવી હતી અને તેને અપશબ્દો કહીને તેનો વિડીયો ઉતારી,વાયરલ કર્યો હતો.કિન્નરો રોષ ઠાલવવામાં બેફામ બન્યા હતા

કિન્નરો રોષ ઠાલવવામાં બેફામ બન્યા હતા
કિન્નરો રોષ ઠાલવવામાં બેફામ બન્યા હતા

સર્વત્ર કિન્નરો પર આક્ષેપો થતા કિન્નરોએ આ દેખાવ કર્યા હતા
ટ્રાન્સજેન્ડર પાયલે પોતાની સાથે થયેલા અભદ્ર વર્તન વિરુદ્ધ પોલીસને રજુઆત કરવા પહોંચી હતી જેના પ્રતિકાર રૂપે કિન્નરોએ કહ્યું હતું કે, પાયલ મહિલાના કપડા પહેરી કિન્નર તરીકે માંગવા નીકળે છે તથા કિન્નરોના ગુરૂ વિશે પણ એલફેલ બોલે છે.' હાલ પાયલને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયામાં #justiceforpayal ના હેશટેગસાથે જોરશોરથી ઝુંબેશ શરૂ થઇ છે. સર્વત્ર કિન્નરો પર આક્ષેપો થતા કિન્નરોએ આ દેખાવ કર્યા હતા.

‘જસ્ટિસ ફોર પાયલ રાઠોડ’ દેશભરમાં ઝુંબેશ શરૂ થઇ
પુના રહેતી ટ્રાન્સ એક્ટિવિસ્ટ દામિની સિન્હાએ કહ્યું હતું કે, પાયલ રાઠોડ મહિલા છે, તેણે ઓપરેશન કરાવ્યું નથી તેનો અર્થ એ નથી કે તેને મહિલા તરીકે જીવવાનો અધિકાર નથી, કિન્નરો પાયલ પર ખોટા આક્ષેપો કરી તેને પરેશાન કરી રહ્યા છે અને આ મામલો પોતાના ધ્યાને આવતા ‘જસ્ટિસ ફોર પાયલ રાઠોડ’ દેશભરમાં ઝુંબેશ શરૂ કરી છે અને જ્યાં સુધી પાયલને ન્યાય નહીં મળે ત્યાં સુધી ઝુંબેશ ચાલુ રહેશે.

મેહુલ ઉર્ફે પાયલ રાઠોડ ચિત્રકાર અને ડાન્સર છે
પાયલ રાઠોડે જણાવ્યું હતું કે, પોતે ફાઇન આર્ટસની વિદ્યાર્થિની છે અને ચિત્રકાર તથા ડાન્સર છે. પોતાની કલાથી પોતે પગભર બની છે, કિન્નરો તેના પર ખોટા આરોપ મૂકી બદનામ કરી રહ્યા છે અને કિન્નરોએ તેનું અપહરણ કરી વીડિયો ઉતારી બદનામ કરી હતી, અને જ્ઞાતિ અંગે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો