રાજકોટ સહકારી ડેરીના દૂધ ઉત્પાદકો માટે રાહતના સમાચાર છે. રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળે 11 જૂનથી દૂધ મંડળીઓને કિલોફેટે 10 રૂપિયા ભાવવધારો આપવામાં આવશે.આથી હવે દૂધ મંડળીઓને કિલોફેટે 740 રૂપિયા ચૂકવવામાં આવશે. પશુ આહારના ભાવ અને મોંઘવારીને ધ્યાને લઇને ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ દૂધના ફેટમાં ભાવવધારો કર્યો છે.
જૂનો ભાવ 730 અને નવો ભાવ 740 રૂપિયા રહેશે
અગાઉ રાજકોટ ડેરીએ 1 જૂનના રોજ કિલોફેટે 10 રૂપિયાનો વધારો કર્યો હતો. આથી જૂનો ભાવ 720 હતો જે વધીને 730 કરવામાં આવ્યો હતો. જેમાં 5 દિવસમાં બીજી વખત વધારો જાહેર કરતા 11 જૂનથી 740 ચૂકવામાં આવશે. રાજકોટ જિલ્લામાં 50 હજાર દૂધ ઉત્પાદકોને આ ભાવવધારાથી સીધો ફાયદો થશે.
23 દિવસમાં ચોથી વખત ભાવવધારો
છેલ્લા 23 દિવસમાં ચોથી વખત ભાવવધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દૂધ મંડળીઓને હાલ પ્રતિ કિલોફેટે 730 રૂપિયા ચૂકવવામાં આવે છે. જેમાં 10 રૂપિયાનો વધારો કરતા હવે 740 રૂપિયા ચૂકવવા પડશે. ગત વર્ષે આ સમયગાળામાં પ્રતિ કિલોફેટનો ભાવ 660 રૂપિયા હતો. ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોને ફાયદો થશે. તેમજ ભાવવધારાથી દૂધ ઉત્પાદનને વેગ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.