તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભય:બાળકો ઇન્સ્ટા પર બહુ ખરાબ ફોટા પોસ્ટ કરતા હતા, મારા બાળકો પણ આવું નહીં કરતા હોય ને..

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મનોવિજ્ઞાન ભવનના કાઉન્સેલિંગ સેન્ટરમાં આવેલા સંતાનોની ચિંતાના કિસ્સાઓ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના કાઉન્સેલિંગ સેન્ટરમાં બાળકોના ઓનલાઇન  શિક્ષણ અને મોબાઇલના દુરુપયોગ અંગે શંકા સેવતા વાલીઓના કોલ આવ્યા હતા જેમાં એક માતાએ એવી ફરિયાદ કરી હતી કે, મેડમ હમણા ક્યાંક વાંચ્યું હતું કે આ લોકડાઉનમાં દિલ્હીમાં કોઇ છોકરાઓ ઇન્સ્ટાગ્રામમાં ગ્રૂપ હતું જેમાં તેઓ અશ્લીલ વાર્તાલાપ કરતા અને ખૂબ ખરાબ ફોટા પોસ્ટ કરતા....મને બહુ બીક લાગે છે કે ક્યાંક મારા બાળકો પણ કઇ આવું નહીં કરતા હોય ને? એ લોકો પણ આવું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક વાપરે છે. 

હવે તો મારે છૂટાછેડા લેવા જ છે, મારે નથી રહેવું મારી ઘરવાળી સાથે, તમે કોર્ટ ખોલાવી દયો

 • મેડમ મારા લગ્નને 15 વર્ષ થયા. એક સંતાન છે, પરંતુ આ લોકડાઉનમાં અમે અત્યારે 24 કલાક સાથે જ રહીએ છીએ. તે નોકરી કરે છે. હું ઘરકામ કરું છું. સાથે મારા બાળકને ભણાવું છું, પણ હવે એ ઘરે તેની ઓફિસનું કામ કરે છે, પણ મને તેના પર શંકા થાય કે તેનું કોઇની સાથે અફેર છે. હું પૂછું તો તે મને કાંઇ જવાબ આપતા નથી. ઘરમાં બાળકના દેખતા ઝઘડા થાય છે. તે પણ ખૂબ જ મૂંઝાઇ છે. શું કરું? કેવી રીતે સમજાવું?
 • સાહેબ ભણતર અગત્યનું ખરું એમાં ના નહીં પણ, જ્યારથી આ ઓનલાઇન ભણવાનું શરૂ થયું ત્યારથી મનમાં બીક બેસી છે. મારા ઘરનું કહું તો મારું બાળક કોલેજમાં છે ને સતત ઓનલાઇન કંઇકને કંઇક ક્લાસ હોય. પૂછું તો કે ઓનલાઇન ક્લાસ કે વેબિનારનું કહે....પણ સાહેબ એક-બે વખત એની રૂમમાં જઇને જોયું તો ભાઇ કંઇક અલગ જ જોતા હતા. એના બાપને કહી શકું એમ નથી. કેમ કે એ ગરમ સ્વભાવ છે. પણ તમે કંઇક કરો. આ ઓનલાઇન શિક્ષણથી છોકરાવ ભણશે કે બગડશે?
 • હેલ્લો મેડમ મારી નણંદ ડોક્ટરનું ભણે છે અને હમણા જ્યારથી લોકડાઉન ચાલુ થયું છે ત્યારનો એને ઉપાડો લીધો છે. આખો દી’ બધાને બોલ બોલ કરે છે અને હું કાઇ કરવામાં ચૂકી જાવ તો એ મારા ધણીને બધુ કહે છે જો કે એ તો બધુ સમજે છે. પણ મને ચિંતા એ વાતની છે કે ક્યારેક ઇ એની વાતમાં આવી જશે તો અમારા બે વચ્ચે અસમજણ ઊભી કરશે તો મને બહુ ચિંતા થાય છે.
 • સાહેબ હવે તો મારે છૂટાછેડા જ લેવા છે. મારે નથી રહેવું મારી ઘરવાળી સાથે. તમે કોર્ટ ખોલાવી દયો, જેથી હું મારી પત્નીથી છૂટી શકું. રોજ-રોજ મગજમારી ક્યા સુધી સહન કરું? એને મારા મમ્મી પપ્પા સાથે નથી રહેવું તો હું અલગ જ રહેવા આવી ગયો? એના મમ્મી પપ્પાને કેમ મારે કહેવું? એનો શું વાંક? હવે મે નક્કી જ કરી લીધું છે રહેવું જ નથી સાથે. જલ્દીથી કંઇક કરો જેથી હું શાંતિથી રહી શકું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો