ચેતજો:રાજકોટની આડોશ-પાડોશમાં રહેતી સગીર વયની બે બહેનપણી ભેદી સંજોગોમાં લાપતા, અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણનો ગુન્હો દાખલ

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • બંને સગીરા એક જ સોસાયટીમાં રહેતી હોવાથી પરિવારજનોએ શોધખોળ કરી પરંતુ નિષ્ફ્ળતા સાંપડતા પોલીસમાં ફરિયાદ નોંધી
  • આજથી 7 દિવસ પહેલા 11 વર્ષની બે પિતરાઇ બહેનોને દ્વારકા જવા ઘરેથી નાસી ગઈ હતી, માલવીયા નગર પોલીસે તેમનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું

મૂળ ધોરાજીના અને હાલ મોરબી રોડ વેલનાથ ચોકની સામે સ્કાય રેસીડેન્સી બ્લોક નંબર.9માં રહેતી સગીર વયની બે પાક્કી બહેનપણી પોતાના ઘરેથી ક્યાંક લાપતા બનતા તેઓના પરિવારજનોએ શોધખોળ આદરી હતી પરંતુ પોતાની લાડકવાયી દીકરીઓ ન મળી આવતા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરતા ઇન્ચાર્જ પીઆઇ એમ.સી.વાળા તેમજ ડીસ્ટાફે તપાસ શરૂ કરી છે.

પાડોશી સાથે અમારે ઘર જેવો વ્યવહાર છે
આ મુદ્દે એક સગીરાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરિવાર સાથે રહું છું અને ઘરે ચાંદીકામ કરુ છુ.મારી પુત્રી જે ધોરણ 10 સુધી ભણેલ છે.હું રાજકોટમાં ઘણા સમયથી રહું છું.અમારા પડોશીની દીકરી મારી પુત્રીની પાક્કી બહેનપણી છે.તેઓ સાથે અમારે ઘર જેવો વ્યવહાર છે.અમો એક બીજાના ઘરે આવીએ જાઇએ છીએ.ગઇકાલ રોજ સવારના આસરે બારેક વાગ્યાની આસપાસ હું મારા કામ ઉપર બજારમાં ગયેલ તે વખતે મારી પત્ની અને સંતાનો ઘરે હાજર હતા બાદ બપોરના એકાદ વાગ્યાની આસપાસ હુ સોની બજારમાં હતો.

મારી દીકરી ઘરે હાજર નથી
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે વખતે મને મારી પત્નીનો મારી ઉપર ફોન આવેલ અને મને જણાવેલ કે આપડી દીકરી તથા આપડી પડોશીની દીકરી બંને આસરે સાડા બારેક વાગ્યાની આસપાસ ઘરેથી કોઇને કંઇ કહ્યા વગર જતી રહેલ છે જે હજુ સુધી ઘરે પાછી આવેલ નથી તેવો ફોન આવતા હુ તરતજ ઘરે પાછો આવેલ અમારા પડોશીએ પણ મને કહેલ કે મારી દીકરી ઘરે હાજર નથી.

અમને બંન્ને છોકરીઓ અંગે કોઇ માહીતી મળી નથી
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ત્યારબાદ સાથે મળીને બંનેને આજુબાજુમા તથા મારા સગા સબંધીઓને ત્યાં પણ તપાસ કરેલ હતી.પરંતુ અમોને આ બંન્ને છોકરી ઓ અંગે કોઇ માહીતી મળેલ નહી. જેથી એક દીકરી જે શરીરે મજબુત બાંધાની તથા તેણીએ શરીરે લાલ કલરનું ટીશર્ટ આછા દુધીયા કલરનું પહેરેલ છે તેમજ પડોશીની દીકરી જે શરીરે મધ્યમ બાંધા તથા તેણીએ શરીરે સફેદ કલરનું ટીશર્ટ તથા સફેદ કલરની લેગીસ પહેરેલ છે તથા ઉપર ચેક્સ વાળી કોટી પહેરેલ છે

આજથી 7 દિવસ પહેલા પણ આવો બનાવ બન્યો હતો
આ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધી હતી.આ મામલે ઇન્ચાર્જ પીઆઇ એમ.સી.વાળા અને રાઇટર રસમીનભાઈ પટેલ સહિતના સ્ટાફે પોલીસ ગ્રુપમાં બ્રોડકાસ્ટ કરી વધુ તપાસ આદરી છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા માલવીયા નગર પોલીસ મથક વિસ્તારમાં રહેતી બે બહેનપણીઓ ઘરે કહ્યા વગર દ્વારકા જવા નીકળી ગઈ હતી. જોકે પોલીસે બંનેને શોધી તેણીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...