તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ખોડાપીપર સેમ્પલ કાંડ રાજકોટ જિલ્લા પંચાયતની સભામાં ગાજશે

રાજકોટ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બે સભ્યો વચ્ચે કુલ 14 પ્રશ્નની યાદી તૈયાર કરવામાં આવી : આરોગ્ય વિભાગ, પ્રાથમિક શાળા અને પશુપાલન વિભાગ સહિતના મુદ્દે પ્રશ્નો તૈયાર

આગામી 16 એપ્રિલના રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાવા જઈ રહી છે, ત્યારે આ સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી અંગેનો સમય પણ ફાળવવામાં આવ્યો છે, જેથી બુધવાર સુધી માત્ર બે સભ્યોના કુલ 14 પ્રશ્નની યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય વિભાગ, પ્રાથમિક શાળા, અને પશુપાલન વિભાગના મુદ્દાઓ તૈયાર કરાયા છે. મુખ્યત્વે આ સામાન્ય સભામાં ખોડાપીપર આરોગ્ય કેન્દ્રમાં થયેલા ભ્રષ્ટાચાર અંગેનો પ્રશ્ન પૂછવામાં આવશે અને આગામી સમયમાં ક્યાં પ્રકારના પગલાંઓ લેવામાં આવશે તે અંગેની માહિતી અને જવાબ પણ પૂછાશે.

સાથોસાથ કેટલું રસીકરણ કરવામાં આવ્યું, આરોગ્ય વિભાગમાં હાલ કેટલા તબીબો કેટલી જગ્યાઓ ખાલી, ખેતીવાડી વિભાગમાં ચોમાસામાં ડુપ્લિકેટ અને હલકી કક્ષાના બિયારણ ન વેચાય તે અંગેની વિગત માગવામાં આવી છે. નાની સિંચાઈ યોજના હેઠળ મરામત માટેનું ક્યા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું તે અંગેની વિગત એકત્રિત કરવામાં આવશે, જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગમાં હાલ કેટલા કામો ચાલુ અને કેટલા સમયથી અને ક્યારે પૂરા કરવામાં આવશે તે અંગેના પ્રશ્નો પૂછાયા છે. એવીજ રીતે કોટડાસાંગાણી ખાતે કેટલા કામો મંજૂર કરવામાં આવ્યા અને તે ક્યારે શરૂ થશે તે અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો