મિશ્ર પ્રતિભાવ:ખોડલધામની પોલિટિકલ કમિટી કરે છે સરવે, નરેશ પટેલના રાજકારણમાં જવાનો નિર્ણય મેમાં થશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નરેશ પટેલ - ફાઈલ તસવીર - Divya Bhaskar
નરેશ પટેલ - ફાઈલ તસવીર
  • નરેશ પટેલના પુત્ર શિવરાજે જણાવ્યું કે કેવી રીતે થઈ રહ્યો છે સરવે
  • નજીકથી જોડાયેલા લોકો રાજકારણમાં જોડાવાની ના પાડી રહ્યા છે, કહ્યું‘ખોટા છાંટા ઉડે’

ખોડલધામના પ્રણેતા નરેશ પટેલના રાજકારણ પ્રવેશ અંગે ઘણા સમયથી અટકળો ચાલી રહી છે કે ક્યારે અને ક્યા પક્ષમાં આવશે. આ નિર્ણય માટે નરેશ પટેલ સરવે કરાવી રહ્યા છે. આ સરવેમાં ખરેખર શું થઇ રહ્યું છે અને કોણ સંભાળી રહ્યું છે તે વિશે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલને પૂછતા તેઓએ સરવેની આખી સિસ્ટમ જણાવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે સરવે કરવાની તેમજ તે પૂરો થયા બાદ નરેશ પટેલે રાજકારણમાં જવું કે નહીં, જવું તો ક્યા પક્ષમાં જવું શું કરવું તે નિર્ણય માટે તમામ માહિતી પૂરી પાડવાની બધી જવાબદારી ખોડલધામની એક પોલિટીકલ કમિટીને સોંપાઈ છે.

ખોડલધામની પોલિટિકલ કમિટીને સરવેની જવાબદારી સોંપાઈ
શિવરાજ પટેલે જણાવ્યું હતું કે, ‘રાજકારણમાં પ્રવેશના નિર્ણય માટે ખોડલધામની પોલિટિકલ કમિટીને સરવેની જવાબદારી સોંપાઈ છે. આ કમિટીમાં 10 સભ્યો છે જેના વડા દિનેશભાઈ કુંભાણી છે અને રમેશભાઈ ટીલાળા જેવા અગ્રણીઓ સભ્ય છે. સરવે માટે આ કમિટીએ અલગ અલગ ઝોન બનાવ્યા છે અને તે ઝોનમાં ખોડલધામના જે તે કન્વિનરો નિમાયેલા હોય છે તેઓ લોકો સુધી પહોંચે છે.

અગ્રણીઓ, વડીલો, યુવાનો સાથે રૂબરૂ ચર્ચા
ફોન અને ફોર્મ પર સરવે કરવાને બદલે અગ્રણીઓ, વડીલો, યુવાનોને રૂબરૂ મળીને રાજકારણમાં પ્રવેશ અંગેની ચર્ચા કરી રહ્યા છે. સરવે હજુ 10થી 12 દિવસ ચાલશે અને મહિનાના અંત સુધીમાં પૂરો થઈ જશે. ત્યારબાદ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં નિર્ણય જાહેર કરાશે કે શું થશે.’ હાલ સરવે ક્યા પહોંચ્યો છે અને શું પ્રતિભાવો આવી રહ્યા છે તે વિશે શિવરાજ પટેલે જણાવ્યું હતું કે, ‘હાલ તો હજારો લોકોનો સરવે થઈ ચૂક્યો છે સાચો આંક તો મને પણ ખબર નથી પણ થોડા થોડા સમયે જોતા હજુ મિશ્ર પ્રતિભાવ આવી રહ્યા છે.

વડીલોની ના તો યુવાનોમાં અતિ ઉત્સાહ
​​​​​​​
જેમ કે અમારા પરિવાર સાથે જે લોકો જોડાયેલા છે અને નજીક છે તેમજ વડીલો છે તેઓ રાજકારણમાં જવાની સ્પષ્ટ ના પાડે છે જ્યારે યુવાનો અતિ ઉત્સાહમાં છે અને કહે છે કે, રાજકારણમાં આવી જ જાઓ હાલ સારા વ્યક્તિઓની જરૂર છે.’ ખોડલધામમાં થતાં કોઈ કાર્યક્રમ અંગે સરવે કરાયો કે કેમ તે અંગે કહ્યું હતું કે, ખોડલધામ એ લાગણી સાથે જોડાયેલી સંસ્થા છે અને લાગણીના કારણે ક્યારેય સરવે કરાવવાની જરૂર પડી નથી.

અન્ય સમાચારો પણ છે...