આટલો વિલંબ કેમ?:નરેશ પટેલે કહ્યું- મને હજી થોડો સમય આપો, રાજકારણમાં પ્રવેશ કરું તો ખોડલધામમાંથી રાજીનામું આપશો? એવો સવાલ યુવાનો કરે છે

રાજકોટ10 મહિનો પહેલા
  • યુવાનોની ઈચ્છા છે કે ખોડલધામ ચેરમેન તમે જ રહો પણ બંધારણ મુજબ રાજીનામું આપવું પડે
  • એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં સરવે પૂરો થવાની સંભાવના, ત્યારે ફરી મીડિયા સમક્ષ આવીશ

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં એ અંગેના નિર્ણયમાં વિલંબ કેમ? એવો સવાલ લોકોમાં ઊઠ્યો છે. આજે નરેશ પટેલ સાંજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે સરવે સમિતિ ગુજરાતભરમાં સરવે કરી રહી છે. સરવે સમિતિ જણાવશે, એક અભિપ્રાયમાં યુવાનો એવું કહે છે કે ખોડલધામમાં ચેરમેનપદે રાજીનામું આપે એ પરવડે નહીં. હજુ દરેક જિલ્લામાં પ્રવાસ ચાલુ છે. મેં કહ્યું હતું પણ અનેક ગામમાં સરવે બાકી છે. સરવેમાં રાજકારણમાં પ્રવેશ કરું તો ખોડલધામમાંથી રાજીનામું આપશો એવો સવાલ યુવાનો કરી રહ્યા છે. હજુ મને તમે સાથસહકાર આપો. મને હજી થોડો સમય આપો, હજુ દરેક જિલ્લામાં પ્રવાસ ચાલુ છે, કાલથી ફરી હું પ્રવાસે જઇશ. પ્રશાંત કિશોરને લાંબા સમય પહેલા મળ્યો હતો એ અલગ મુદ્દો છે.

ત્રણ પાર્ટીના નેતા મારા સંપર્કમાં
નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સરવેમાં બે વાત આવે છે, જે જગ્યાએ બેઠો છું એ સારી છે અને બીજી વાત કે રાજકારણમાં જાવ. દરેક ગામમાં ખોડલધામની સમિતિ છે અને ત્યાં સરવે ચાલી રહ્યો છે. ત્રણ પાર્ટીના નેતા મારા સંપર્કમાં છે, સેવા કરવા રાજકારણમાં જોડાવું અમુક અંશે જરૂરી છે. રાજકારણમાં જોડાઇશ તો ખોડલધામમાં ચેરમેન પદેથી રાજીનામું આપી દઇશ. ગઇકાલે વનરક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું એ નિંદનીય ઘટના છે. જે પણ અભિપ્રાય આપશે એ જરૂર તટસ્થ આપશે એવું હું માનું છું. સરવેમાં જે આવશે એમ હું કરીશ પ્રાથમિક શિક્ષણ અને આરોગ્યને મહત્ત્વ આપીશું.

અપ્રિલના ત્રીજા અઠવાડિયામાં ફરી મીડિયા સમક્ષ આવીશ
એક સમય મેં તમને કહ્યો હતો કે, 20થી 30 માર્ચમાં હું તમને કંઇક કહીશ પણ હજી ઘણા બધા મિત્રોનો સરવે બાકી છે. બંધારણ મુજબ રાજકારણમાં જાવ તો ખોડલધામમાંથી રાજીનામું આપવું જ પડે તેમાં કોઇ બે મત નથી. પરંતુ નરેશભાઇ રાજકારણમાં જાય તો ખોડલધામનું ચેરમેન પદ મુકવાનું થતું નથી એવી વાત સોશિયલ મીડિયામાં ખૂબ જ વહેતી થઇ છે. કાલથી ફરી પ્રવાસે જાવ છું અને શનિવારે ફરી પાછો ફરીશ. જિલ્લાથી તાલુકા અને તાલુકાથી ગામડા લેવલ સુધી ખોડલધામનું અમારૂ નેટવર્ક છે. આની નીચે સમિતિ આવે છે. આ સમિતિ ઘરે ઘરે જઇને સરવે કરે છે કે, નરેશભાઇને રાજકારણમાં આગળ વધવું જોઇએ કે નહીં. આ એક લાંબી પ્રોસેસ છે, મને નથી લાગતું આ પ્રોસેસ ટૂંક સમયમાં પૂરી થાય. એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં ફરી મીડિયા સમક્ષ આવીશ.

એ તેમનો વ્યક્તિગત નિર્ણયઃ હસમુખ લુણાગરિયા
ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ જણાવ્યું હતું કે આજની બેઠકમાં મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો નરેશભાઈ આઉટ ઓફ સ્ટેશન હતા. જેકંઇ ચર્ચા-વિચારણા મીડિયાની અંદર ચાલે છે એને લઇને જવાબ આપવા માટે આજે નરેશભાઇ હાજર છે. એ પહેલાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નરેશભાઈએ રાજકારણમાં જવું જોઇએ કે નહીં એ અંગે હું કંઇ ન કહી શકું, એ તેમનો વ્યક્તિગત નિર્ણય છે, ટ્રસ્ટ ક્યારેય ન કહે. આજે પત્રકાર પરિષદ પહેલાં ટ્રસ્ટીઓની બેઠક મળી હતી.

રાજકોટમાં આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધતી વખતે નરેશ પટેલ ખુશખુશાલ જોવા મળ્યા.
રાજકોટમાં આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધતી વખતે નરેશ પટેલ ખુશખુશાલ જોવા મળ્યા.

અગાઉ AAPની કામગીરીનાં વખાણ કરી ચૂક્યા છે
અગાઉ નરેશ પટેલે 20થી 30 માર્ચ સુધીમાં રાજકારણમાં જવું કે નહીં એ અંગેનો નિર્ણય કરશે એવું જાહેર કરી ચૂક્યા છે. બાદમાં એપ્રિલ મહિનામાં રાજકારણમાં જોડાવા અંગેનો નિર્ણય જાહેર કરે એવું પણ ચર્ચામાં આવ્યું હતું. નરેશ પટેલ અગાઉ આમ આદમી પાર્ટીની કામગીરીનાં વખાણ કરી ચૂક્યા છે. કોંગ્રેસના નેતાઓ સાથે પણ સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. પ્રશાંત કિશોર સાથે મળીને કોંગ્રેસને મજબૂત કરવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આજની પત્રકાર પરિષદમાં રાજકારણના પ્રવેશના સંકેત કે પછી વધુ મુદત અંગે માહિતી આપશે એના પર સૌની નજર છે.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં આવ્યા હતા
ડિસેમ્બર 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી સમયે પણ નરેશ પટેલ મેદાનમાં ઊતર્યા હતા. આ વિધાનસભા ચૂંટણી પહેલાં તત્કાલીન પાસ નેતા હાર્દિક પટેલ સાથે બંધબારણે બેઠક કરી હતી. મીટિંગ બાદ હાર્દિક પટેલે એવું ટ્વીટ કર્યું હતું કે નરેશભાઇ સાથે મારે 15 મિનિટ ચર્ચા ચાલી. નરેશભાઇએ એવું કહ્યું હતું કે જે કરો એ ઇમાનદારીથી કરજો, માતાજીની સાક્ષીએ કરજો, અમે તમારી સાથે છીએ.

2017ની વિધાનસભાની ચૂંટણી સમયે નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી.
2017ની વિધાનસભાની ચૂંટણી સમયે નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી.

2017માં પુત્રએ કોંગ્રેસના ઉમેદવારોને ટેકો જાહેર કર્યો હતો
વિધાનસભા 2017ની ચૂંટણીમાં પણ નરેશ પટેલે કોઈને ટેકો નહીં કરવો અને સંસ્થાને રાજકીય રંગમાં નહીં રંગવા દઉંની જાહેરાતો કરી હતી, તો બીજી તરફ તેના પુત્રએ કોંગ્રેસના ઉમેદવારોને ખુલ્લા મંચ પર પરથી ટેકો જાહેર કર્યો હોવા છતાં તમામ ઉમેદવારો હારી ગયા હતા. એ વખતે પણ વ્યક્તિગત સંબંધો છે એવું જણાવી રાજકારણ કર્યું જ હતું.

અન્ય સમાચારો પણ છે...