• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Khodaldham Trust Organizes Mega Vaccination Camps In Five Areas In Rajkot From Today Till April 2, Other Committees Will Also Join

વેક્સિનેશનને વેગ:રાજકોટમાં મધ્યસ્થ જેલના 157 કેદીઓ સહિત બપોર સુધીમાં 4574 લોકોએ રસી મુકાવી, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પાંચ વિસ્તારોમાં 2 એપ્રિલ સુધી મેગા વેકસીનેશન કેમ્પનું આયોજન

રાજકોટ7 મહિનો પહેલા
  • ભજનિક હેમંત ચૌહાણે વેક્સીનનો પ્રથમ ડોઝ લઈ લોકોને રસીકરણ કરાવવા અપીલ કરી

રાજકોટમાં કોરોનાના સંક્રમણને ખાળવા મનપા દ્વારા વેક્સિનેશનને વગે આપવા માટે સતત પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારે આજે શહેરની મઘ્યસ્થ જેલમાં 45 વર્ષથી વધુ ઉંમરના કાચા કામના અને પાકા કામના મળી કુલ 157 કેદીઓને વેકસીન આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલ જેલમાં કોઇ કોરોના પોઝિટિવ નથી પરંતુ તકેદારીના ભાગ રૂપે જેલ અધિક્ષક દ્વારા મનપાને પત્ર લખી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું. હાલ શહેરમાં કોરોના સામેની રસીકરણમાં બપોરે 01:00 વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કો, પ્રથમ તબક્કાના બીજા ડોઝ, 60 વર્ષથી મોટી ઉંમરના અને 45 થી 59 વર્ષના કોમોર્બીડીટી ધરાવતા લોકો સહિત કુલ 4574 નાગરિકોએ રસી લીધી હતી. આ ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિના સંયુકત ઉપક્રમે આજથી 2 એપ્રિલ સુધી ત્રિ-દિવસીય મેગા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અલગ અલગ ઝોનમાં પાંચ સ્થળોએ યોજાનાર રસીકરણ મેગા કેમ્પમાં સર્વ જ્ઞાતિના લોકો લાભ લઇ શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

સર્વે જ્ઞાતિના બહોળી સંખ્યામાં લોકોને લાભ લેવા અનુરોધ - નરેશ પટેલ
આજે બુધવાર અને કાલે ગુરૂવાર એમ બે દિવસ સવારે 9 થી 5 વાગ્યા સુધી રાજકોટ શહેરના ત્રણ સ્થળોએ સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર, ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે અને પટેલ વાડી, 1/10 દયાનંદનગર (વાણીયાવાડી) તેમજ સોરઠીયાવાડીની વાડી, મવડી ખાતે આયોજન કરાયું છે. અને 1 એપ્રિલ ગુરૂવાર થતા 2 એપ્રિલ શુક્રવાર એમ બે દિવસ સવારના 9 થી 5 વાગ્યા સુધી પટેલવાડી, બેડીપરા અને શ્રી પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, રૈયા રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ રસીકરણ મેગા કેમ્પનો 45થી મોટી ઉંમરના સર્વે જ્ઞાતિના બહોળી સંખ્યામાં લોકોને લાભ લેવા ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલે અનુરોધ કરવામાં આવ્યો હતો.

ભજનિક હેમંત ચૌહાણે વેક્સીનનો પ્રથમ ડોઝ લઈ લોકોને રસીકરણ કરાવવા અપીલ કરી
ભજનિક હેમંત ચૌહાણે વેક્સીનનો પ્રથમ ડોઝ લઈ લોકોને રસીકરણ કરાવવા અપીલ વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં બહું લાંબા સમય પછી આપણને રસી મળી છે, જેનું આપણને ગૌરવ અને આનંદ થવો જોઈએ. અને તેથી જ પ્રત્યેક વ્યક્તિએ રસીકરણ કરાવવું જોઈએ. હેમંત ચૌહાણના ભજનોનો બહોળો વર્ગ ગ્રામ્ય લોકોનો છે. તેથી જ તેમણે ગ્રામ્યજનોને ખાસ અપીલ કરતા તેઓએ જણાવ્યું હતું કે, ગામડાઓમાં રસીને લઈને જે કઈ ગેર સમજ હોઈ કે કોઈ શંકા હોઈ તેને દૂર કરીને સૌ કોઇએ વહેલામાં વહેલી તકે રસીકરણ કરાવી કોરોના સામેના જંગમાં વિજયી બનવાનું છે. અને હા, વેક્સિનેશન બાદ પણ આ રોગ સમૂળગો જાઈ નહિ ત્યાં સુધી માસ્ક, સૅનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ અવશ્ય કરવાનું જ છે.

રાજકોટ લોહાણા મહાજન દ્વારા રસીકરણ
રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા.1 એપ્રિલના રોજ ગુરૂવારે સવારે 10 થી સાંજના 7 સુધી કેસરીયા લોહાણા મહાજન વાડી, કાલાવડ રોડ, વોકહાર્ટ હોસ્પિટલ સામે વિનામૂલ્યે કોરોના વેકસીનેશન કેમ્પ યોજાશે.માનવ ઉત્થાન સેવા સમિતિ તથા રાજકોટ મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે માનવ ધર્મ આશ્રમમાં કોવિડ-19 રસીકરણ કેમ્પનું 4પ વર્ષથી ઉપરના સર્વજ્ઞાતિ માટે આવતીકાલના રોજ સવારે 3 થી 6 દરમ્યાન કરેલ છે.

રાજકોટ રિજિયોનલ વેક્સીન સેન્ટર ખાતે કોવિશીલ્ડના 1 લાખથી વધુ ડોઝ ઉપલબ્ધ
રાજકોટ રિજિયોનલ વેક્સીન સેન્ટર ખાતે દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી, પોરબંદર અને રાજકોટ શહેર તથા જિલ્લાની વેક્સીન સ્ટોર કરવામાં આવે છે. સેન્ટર ખાતેથી જુદા જુદા સેન્ટર પર જરૂરિયાત મુજબ વેક્સીન ડીટ્રીબ્યુટ કરવામાં આવે છે. જ્યાં તા.30 માર્ચની સ્થિતિએ રિજિયોનલ વેક્સીન સેન્ટર ખાતે કોવિશીલ્ડના 1,78,500 અને કોવેક્સિનના 45,640 ડોઝ ઉપલબ્ધ છે. રાજકોટ શહેર તેમજ જિલ્લાની વાત કરીએ તો, રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલ 29,810 કોવિશીલ્ડ વેક્સીન ઉપલબ્ધ છે. જયારે જિલ્લામાં કોવિશીલ્ડના 38,210 ડોઝ અને કોવેક્સિનના 1630 ડોઝ ઉપલબ્ધ હોવાનું વિભાગીય નિયામક ડો. રૂપાલીબેન મહેતાએ જણાવ્યું છે.