દિવાળી પર્વની ઉજવણી:ખોડલધામ મંદિર પરિસરને નૂતન વર્ષને લઈને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું

રાજકોટએક મહિનો પહેલા

ખોડલધામ મંદિર પરિસરને નૂતન વર્ષને લઈને રંગબેરંગી લાઇટોથી નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે. ધર્મ સ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્ર વિસ્તારનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. દિવાળીના પર્વમાં દર વર્ષે ભક્તો મા ખોડલના દર્શનાર્થે ઉમટી પડતાં હોય છે. ત્યારે આ વર્ષે દિવાળીના પર્વને લઈને ખોડલધામ મંદિર ખાતે ખાસ લાઈટીંગ, રંગોળી દ્વારા સુશોભન કરવામાં આવ્યું છે. દિવાળી પ્રકાશનો તહેવાર હોવાથી મંદિર પરિસરને પણ રંગબેરંગી લાઇટોથી નવોઢાની જેમ શણગારી દેવામાં આવ્યું છે.

રંગબેરંગી રોશની.
રંગબેરંગી રોશની.

85 કિલો અનાજ-કઠોળનો ઉપયોગ કરી અનોખી રંગોળી કરાઇ
ધનતેરસે ખોડલધામ મંદિર પરિસરમાં અનોખી રંગોળી તૈયાર કરવામાં આવી હતી. આ રંગોળીમાં પાંચ પ્રકારના અનાજ અને કઠોળનો ઉપયોગ થયો હોત. આ રંગોળી તૈયાર કરવા માટે 30 કિલો ચોખા, 25 કિલો ઘઉં, 12 કિલો અડદ, 12 કિલો મગ અને 4 કિલો ચણાની દાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ આશરે 85 કિલો અનાજ અને કઠોળમાંથી આ રંગોળી તૈયાર કરાઈ છે. રંગોળીની વચ્ચે શિવલિંગ મૂકવામાં આવી છે. આશરે 14 લોકોએ સતત 6 કલાકની મહેનત બાદ 15 ફૂટ પહોળી અને 15 ફૂટ લંબાઈની આ સુંદર મજાની રંગોળી બનાવી છે. હાલ આ રંગોળીને મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આ અનોખી રંગોળી નિહાળીને દર્શનાર્થીઓ પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

ખોડલધામ મંદિર
ખોડલધામ મંદિર
અન્ય સમાચારો પણ છે...