ગુજરાતમાં ધારાસભાની ચૂંટણી પૂર્વે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની રાજકીય એન્ટ્રી અંગે હજુ સસ્પેન્સ યથાવત છે ત્યારે આજે ખોડલધામ ખાતે આહીર સમાજના દાનાભાઈ હુંબલ, ધરમ કામલીયા, નિલેશ મારૂ, લાલભાઈ હુંબલ તતા વકીલ ગ્રુપ સહિતનાં આગેવાનોએ આજે ખોડલધામ ખાતે નરેશભાઈ પટેલની મુલાકાત લીધી હતી.
પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા સાથે બેઠક કરી
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે 12 દિવસ પહેલા પણ નરેશ પટેલે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ સાથે ખોડલધામ ખાતે બેઠક યોજી હતી. જેમાં નરેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, મનહર પટેલનો રાજકારણમાં આવવાનો આગ્રહ છે. આજે તેઓ અહીં દર્શનાર્થે આવ્યા છે અને ખાસ તો રાજકરણમાં મારા પ્રવેશ અંગે મને હૂંફ આપવા આવ્યા છે.
ગુજરાતનો વિકાસ થાય એ બંને સમાજ ઈચ્છે છે
જયારે આજથી 33 દિવસ પૂર્વે કોળી સમાજના માંધાતા ગ્રુપના આગેવાનો ખોડલધામ આવી પહોંચ્યા હતા. સાથે પાસના નેતા દિનેશ બાંભણિયા પણ જોડાયા હતા. કોળી સમાજના આગેવાનોએ મા ખોડલ સમક્ષ શિશ ઝુકાવી દર્શન કર્યા હતા. બાદમાં માંધાતા ગ્રુપના રાજુ સોલંકી સહિતના આગેવાનો, દિનેશ બાંભણીયા અને નરેશ પટેલ વચ્ચે બેઠક યોજાઇ હતી. આમ ચૂંટણી પૂર્વે નરેશ પટેલ દરેક સમાજના આગેવનો સાથે બેઠક યોજી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.